5 હત્યાઓને અંજામ આપી ફરાર સિરિયલ કિલર સુરતથી ઝડપાયો

26 June 2020 05:44 PM
Surat Gujarat
  • 5 હત્યાઓને અંજામ આપી ફરાર સિરિયલ કિલર સુરતથી ઝડપાયો

10 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર અસ્લમને પકડી પાડતી એટીએસ ગુજરાત

અમદાવાદ તા.26
છેલ્લા 10 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જનાર સિરિયલ કિલરને એટીએસએ સુરતથી ઝડપી પાડયો હતો. નિર્દોષ લોકોના હાથ-પગ બાંધી પાણીમાં નાંખીને ઠંડા કલેજે હત્યા કરી નાંખતો હતો. આવી રીતે 5 હત્યાઓને અંજામ આપી ચૂકયાનું સામે આવ્યું છે. પોતાની ઓળખ છતી ન થાય તે માટે નામ બદલીને સેલબી હોસ્પીટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતો હતો.

ચોકકસ બાતમીનાં આધારે ગુજરાત એટીએસએ છટકુ ગોઠવીને સુરતથી અસ્લમ શેખને ઝડપી પાડયો હતો. મહિસાગર, વડોદરા અને પંચમહાલમાં 5 હત્યાઓને અંજામ આપનાર અસ્લમ શેખ છેલ્લા 10 વર્ષથી ફરાર હતો. અસ્લમ સુરતના વેસુ વિસ્તારમાં રહીને સેલ્બી હોસ્પીટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો હોવાની તથા પોતાનું નામ પણ લાલાભાઈ પટેલ રાખી દીધી હોવાની બાતમી સાંપડી હતી.

1 મહિના સુધી અસ્લમને સર્વેલન્સમાં રાખ્યા બાદ તે વેસુ વિસ્તારમાં પોતાના ઘરે હોવાની બાતમી મળતાં ગુજરાત એટીએસ એ તેને ઝડપી લીધો હતો. કોઠંબા ગામ પાસે તેણે એક ટ્રેકટર ચાલક અને કંડકટરને લુંટીને તેમના હાથ-પગ ભાંગીને કેનાલમાં ફેંકી દીધા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી તેણે અન્ય હત્યાને પણ અંજામ આપ્યો હતો. દરમિયાન અસ્લમનો સાગરીત પકડાઈ જતાં અસ્લમ રાજસ્થાન ભાગી ગયો હતો.


Related News

Loading...
Advertisement