ટેસ્ટ મેચમાં બ્લેક ક્રિકેટરો આવતા જ બાઉન્સરનો નિયમ લાગુ કરાયો ? નવો આરોપ

26 June 2020 04:33 PM
India Sports World
  • ટેસ્ટ મેચમાં બ્લેક ક્રિકેટરો આવતા જ બાઉન્સરનો નિયમ લાગુ કરાયો ? નવો આરોપ

વેસ્ટ ઇન્ડીઝના કર્ટની એમ્બ્રોઝથી લઇને ડેરેન સામી ક્રિકેટમાં રંગભેદને વધુ ખુલ્લા પાડે છે: જ્યાં સુધી ગોરા ક્રિકેટરો જેફ થોમસન અને ડેનીસ લીલીના બાઉન્સરોનું સામ્રાજ્ય હતું ત્યાં સુધી કોઇને વિરોધ ન હતો, વિન્ડીઝના ફાસ્ટ બોલર ઉભરતા જ આઈસીસીએ બાઉન્સરને મર્યાદિત કરી દીધો

લંડન,તા. 26
અમેરિકામાં એક અશ્વેતની શ્વેત પોલીસના હાથે હત્યા અને ત્યારબાદના તોફાનો માંડ શાંત પડ્યા છે તે સમયે આઈપીએલમાં પણ રંગભેદ હોવાનો આક્ષેપ કરનાર વેસ્ટ ઇન્ડીઝના એકસમયના કેપ્ટન ડેરેન સામીએ ક્રિકેટમાં જ રંગભેદ છે તેવો વધુ આક્ષેપ કરતાં જણાવ્યું કે ક્યાં સુધી ક્રિકેટમાં શ્ર્વેત ફાસ્ટ બોલરો (વ્હાઈટ ગોરા)નો દબદબો હતો ત્યાં સુધી બાઉન્સરનો નિયમ લાગુ પાડવામાં આવ્યો ન હતો પરંતુ જ્યારથી વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરો ટેસ્ટ ક્રિકેટમાં છવાયા લાગ્યા કે તૂર્ત જ ગોરાઓના વર્ચસ્વવાળી આઈસીસીએ બાઉન્સરનો નિયમ લાગુ પાડી દીધો હતો.

સામીએ કહ્યું કે, જેફ થોમસન અને ડેનીસ લીલી સહિતનાં ફાસ્ટ બોલરો એક સમયે ટેસ્ટ ક્રિકેટ પર રાજ કરતા હતા અને તે સમયે બાઉન્સર નિયમ ન હતો પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમ વિશ્વ ક્રિકેટ પર છવાયા લાગી અને ખાસ કરીને અમારા હોલ્ડીંગ સહિતના ફાસ્ટ બોલરોએ વિશ્વ ક્રિકેટમાં દબદબો જમાવ્યો કે તૂર્ત જ આઈસીસીએ બાઉન્સરનો નિયમ લાગુ પાડી દીધો હતો.

1991માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં એક જ બાઉન્સર ફેંકી શકાય તેવો નિયમ લાગુ કરી શકાય તેવો નિયમ લાગુ કરી વેસ્ટ ઇન્ડીઝના બોલરોને હતાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વીન્ડીઝના એક સમયના ફાસ્ટ બોલર કર્ટની એમ્બ્રોઝે ટાઈમ ટુ ટોકમાં લખ્યું છે કે એવી માન્યતા હતી કે વેસ્ટ ઇન્ડીઝના બોલરો બેટ્સમેનને આઉટ કરવા કરતાં ઇજા કરવામાં વધુ રસધરાવે છે. અને બાઉન્સર કે જે ફાસ્ટ બોલીંગનો એક ભાગ જ છે તેને તૂર્ત જ પ્રતિબંધીત કરી દેવામાં આવ્યો હતો. આમ સામીએ આ વિવાદ આગળ ધપાવ્યો છે.


Related News

Loading...
Advertisement