ગોંડલના શિવરાજગઢ ગામે યુવક યુવતીના આપઘાતથી અરેરાટી

26 June 2020 02:29 PM
Gondal
  • ગોંડલના શિવરાજગઢ ગામે યુવક યુવતીના આપઘાતથી અરેરાટી
  • ગોંડલના શિવરાજગઢ ગામે યુવક યુવતીના આપઘાતથી અરેરાટી

ગળેફાંસો ખાઇ અંતિમ પગલુ ભરી લીધુ : પોલીસ તપાસ

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.26
શિવરાજગઢ ગામે માત્ર 12 કલાકના અંતરે જ યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા નાના એવા શિવરાજગઢ માં અરેરાટી વ્યાપી જવા પામી હતી ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે રહેતા અને સસ્તા અનાજની દુકાન તેમજ સોલાર રૂફ ટોપ એજન્સીમાં પોતાના ભાઈને મદદ કરતા રૂદ્રેશ્વરસિંહ મનુભા જાડેજા ઉંમર વર્ષ 23 કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું આ ઘટનાને હજી 12 કલાક વીતી ન હતી ત્યાં મિરાલી મુકેશભાઈ વોરા ઉંમર વર્ષ 20 એ પણ કોઈપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા નાના એવા શિવરાજગઢ ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી

ઘટનાની તપાસ તાલુકા પોલીસના જમાદાર જેવી વાળા એ હાથ ધરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રૂદ્રેશ્વરસિંહ બે ભાઈના પરિવારમાં નાના હતા અને થોડા સમય પહેલાં જ તેઓ ની સગાઇ થઇ હતી, જ્યારે મિરાલી ભાઈ-બહેનના પરિવારમાં મોટી હતી અને રાજકોટ કોલેજનો અભ્યાસ કરતી હતી તેના પિતા કડિયા કામ કરવાની સાથે લાદી ઘસવાનું કામ કરતા હતા. યુવક યુવતીના આત્મહત્યાના પગલાંનું કારણ જાણવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement