ધોની માટે સાતમી જુલાઇએ નવું ગીત લઇને આવી રહ્યો છે બ્રાવો

26 June 2020 12:02 PM
India Sports World
  • ધોની માટે સાતમી જુલાઇએ નવું ગીત લઇને આવી રહ્યો છે બ્રાવો

નવી દિલ્હી
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડવેઇન બ્રાવો સાતમી જુલાઈએ એટલે કે મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસે એક નવું સોંગ રિલીઝ કરવાનો છે. આ સોન્ગ તે ધોનીને ડેડિકેટ કરવાનો છે અને સાથે તે હેલિકોપ્ટર - ડાન્સ પણ કરવાનો છે. આ વાતની જાણકારી બ્રાવોએ પોતાના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ દ્વારા આપી હતી.

બ્રાવોએ કહ્યું કે હું માત્ર મારા ચાહકોને જણાવવા માગું છું કે ધોની માટે એક સોન્ગ 7 જુલાઈએ હું રિલીઝ કરવાનો છું. હું તમને દરેકને વિનંતી કરું છું કે તેના જન્મદિવસે આ સોન્ગ રિલીઝ કરવામાં મદદ કરે. એ દિવસે આપણે એક નવો ડાન્સ ધ હેલિકોપ્ટર પણ કરીશું. તમારા ધ હેલિકોપ્ટર ડાન્સના વર્ઝન સાથે મને ટેગ કરો અને ધોની માટે આ ડાન્સ ઓફિશ્યલ બનાવો.

થોડા સમય પહેલાં બ્રાવોએ ધોનીની પૂરી થવા આવેલી ક્રિકેટ કરીયરને યાદગાર બનાવવા પોતે કશુંક કરવા માગે છે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.


Related News

Loading...
Advertisement