ભારતનો વિકાસ દર ઐતિહાસિક નીચલા સ્તરે સરકશે: 4.5 ટકા રહેવાની આંતરરાષ્ટ્રીય નાણાંનિધિની ચેતવણી

26 June 2020 11:24 AM
Business India World
  • ભારતનો વિકાસ દર ઐતિહાસિક નીચલા સ્તરે સરકશે: 4.5 ટકા રહેવાની આંતરરાષ્ટ્રીય નાણાંનિધિની ચેતવણી

એકમાત્ર ચીનમાં 1%નો વિકાસદર રહેવાનો અંદાજ

વોશિંગ્ટન તા.26
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ) એ 2020માં ભારતીય અર્થતંત્ર ઐતિહાસિક નીચા સ્તર- 4.5%ના દરે સંકોચાવાની (નકારાત્મક વૃદ્ધિ) આગાહી કરી છે. કોરોના મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાતા તમામ આર્થિક પ્રવૃતિઓ સ્થગીત થયાના કારણે 4.5નો નેગેટીવ વૃદ્ધિદર રહેવાની આગાહી કરાઈ છે. 2021માં 6%નો તંદુરસ્ત ગ્રોથરેટ રહેશે.

આઈએચએફએ 2020માં વૈશ્વીક ગ્રોથ દર પણ 4.9% નકારાત્મક રહેવાની આગાહં કરી છે. એપ્રિલ 2020ના વર્લ્ડ ઈકોનોમીક આઉટલુકમાં વૈશ્વીક અર્થતંત્રનો વૃદ્ધિદર અંદાજયો હતો તે કરતાં પણ 1.9% નીચે રહેવા આગાહી કરાઈ છે.

આઈએમએફના ચીફ ઈકોનોમીસ્ટ ભારતીય અમેરિકન ગીતા ગોપીનાથે વોશિંગ્ટનમાં વર્લ્ડ ઈકોનોમીક આઉટલુક અપડેટ જાહેર કર્યો તેમાં ભારત અને વૈશ્વીક ગ્રોથ રેટમાં ઘટાડાનો અંદાજ રજુ કર્યો હતો. આઈએમએફના દાવા મુજબ વિશ્વના તમામ પ્રદેશોમાં ગ્રોથ નેગેટીવ રહેશે, પણ ચીનમાં 2020માં ગ્રોથરેટ 1% રહેવાની ધારણા છે.


Related News

Loading...
Advertisement