ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઈસક્રીમ આવી ગયો છે !

26 June 2020 10:35 AM
Health India
  • ઇમ્યુનિટી માટે ચ્યવનપ્રાશ આઈસક્રીમ આવી ગયો છે !

જો ઇન્ટરનેટ પર ચોકલેટ મેગી અને ઓરિયો ભજિયાં જેવી ફ્યુઝન આઈટમો જોઇને તમારું નાકનું ટીચકું ચડી જતું હોય તો હવે એથીયે વધુ મોટો શોક મળે એવા સમાચાર છે. એક આઈસક્રીમ બ્રેન્ડે ચ્યવનપ્રાશ ફલેવરનો આઈસ્ક્રીમ બહાર પાડ્યો છે. જે ઇમ્યુનિટી વધારનારો હોવાનો દાવો થઇ રહ્યો છે.

કોરોનાકાળમાં રોજ ચ્યવનપ્રાશ લેવાથી ઇમ્યુનિટી સુધરે છે એવું આયુર્વેદ નિષ્ણાત કહેતા આવ્યા છે ત્યારે આઈસ્ક્રીમ બ્રેન્ડે એને સ્વીટ ડિઝર્ટમાં કન્વર્ટ કરી નાખ્યો છે. અલબત્ત, આ ફલેવર જોઇને ભલભલા લોકોએ આશ્ચર્ય અને આઘાતજનક રિએકશન આપ્યાં છે.


Related News

Loading...
Advertisement