૧૧ લાખ ફોલોવર્સ ધરાવતી 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરેએ આત્મહત્યા કરી

25 June 2020 08:04 PM
India
  • ૧૧ લાખ ફોલોવર્સ ધરાવતી 16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરેએ આત્મહત્યા કરી

ટિકટોકમાં સિયાના 1.1 મિલિયન ફોલોવર્સ છે: આત્મહત્યાનું કારણ અકબંધ

રાજકોટ:
16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરે આજે આત્મહત્યા કરી હતી. ટિકટોકમાં સિયાના 1.1 મિલિયન (૧૧ લાખ) ફોલોવર્સ 17.5 મિલિયન લાઈક્સ મળી છે. તેણે આત્મહત્યા પહેલા એક વીડિયો શેર કર્યો હતો.

સિયાના મેનેજર અર્જુન સરીનાના મતે, મોત પહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી. ત્યારબાદ ઘરમાં જ તેણે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા પ્રમાણે, સિયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
ફોટોગ્રાફર વિરય ભાયાણીએ સિયાના અવસાનની માહિતી શેર કરી હતી. સિયાએ આત્મહત્યા પહેલાં સાંજે ચાર-પાંચ વાગ્યે પોતાનો એક વીડિયો ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. આ વીડિયોમાં સિયા ‘શરાબી તેરી..’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. સિયાએ આ વીડિયો પાંચ દિવસ પહેલાં બનાવ્યો હતો અને ઈન્સ્ટામાં પોસ્ટ કર્યો હતો. સિયાએ ઘરમાં આત્મહત્યા કરી હતી. સિયા દિલ્હીની પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. તેણે અહીંયા જ આત્મહત્યા કરી છે. સિયાના ટિકટોક પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેને એક લાખથી વધુ યુઝર્સ ફોલો કરતાં હતા. સિયાના આપઘાતથી ફેન ફોલોઅર્સને આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા સાઇટ્સ પર તેને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. અને લોકો આપઘાત પાછળનું કારણ પૂછી રહ્યા છે. જોકે હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી.


Related News

Loading...
Advertisement