લોકડાઉનથી ઈસરોના ચંદ્રયાન-3 સહિતના 10 પ્રોજેક્ટને ગ્રહણ લાગ્યું

25 June 2020 05:32 PM
India Technology
  • લોકડાઉનથી ઈસરોના ચંદ્રયાન-3 સહિતના 10 પ્રોજેક્ટને ગ્રહણ લાગ્યું

ઈસરો અંતરીક્ષ અભિયાનો પર લોકડાઉનની અસરોનું વિશ્ર્લેષણ કરશે: કે.શિવન

નવી દિલ્હી તા.25
કોરોના મહામારીના કારણે આપેલા લોકડાઉને ઈસરોના પ્રોજેકટસ પર પણ અસર પાડી છે. ઈસરો (ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન)ના પ્રમુખ કે.સિવને જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે અંતરિક્ષમા માનવ મોકલા અને ચંદ્રયાન-3માં મોડુ થવા સિવાય આવા 10 અંતરીક્ષ અભિયાનોમાં બાધા આવી છે. આ અભિયાનો આ વર્ષે યોજવાના પ્લાન હતા.

તેમણે જણાવ્યું હતું કે ઈસરો પોતાના અંતરીક્ષ અભિયાનો પર લોકડાઉનના પ્રભાવનું વિશ્ર્લેષણ કરશે.
ઈસરો પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે ઈસરોએ આ વર્ષે 10 પ્રક્ષેપણની યોજના બનાવી હતી. પણ કોવિડ 19 મહામારીના કારણે દરેક અભિયાનોને અસર પડી છે. શિવને જણાવ્યું હતું કે ઈસરોને ઉપકરણ ઉપલબ્ધ કરાવનારાઓમાં સામેલ સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને પણ લોકડાઉનથી વધુ અસર પડી છે.


Related News

Loading...
Advertisement