જસદણ અને ગોંડલમાંથી 2 મહિલા સહિત 7 જુગારી ઝડપાયા

25 June 2020 05:15 PM
Jasdan Rajkot
  • જસદણ અને ગોંડલમાંથી 2 મહિલા સહિત 7 જુગારી ઝડપાયા

જુગારના દરોડામાં 58 હજારની રોકડ કબ્જે

રાજકોટ તા.25
જિલ્લાના જસદણ અને ગોંડલમાંથી 2 મહિલા સહિત 7 જુગારી ઝડપાયા છે. પોલીસે દરોડા દરમ્યાન રૂા.58620ની રોકડ રકમ કબ્જે કરાઈ છે.

ગોંડલ સીટી પોલીસે ભોજરાજપરાના ચબુતરા પાસે સ્ટ્રીટલાઈના અજવાળે ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમતા રઘુભાઈ ડાભી (રહે.ભોજરાજપરા), શૈલેષભાઈ ગોહેલ (રહે.મોવૈયા, તા.ગોંડલ), દક્ષાબેન રઘુભાઈ ડાભી (રહે.ભોજરાજપરા), રાધીકાબેન શૈલેષભાઈ ગોહેલને ઝડપી લીધા હતા.

જસદણના પોલારપર રોડ પર આવેલા સાગર મીલ પાસે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા ભરત દેવકુભાઈ ખાચર, દર્શન જગદીશભાઈ મહેતા, હિતેષ દેવશંકર મહેતા, પ્રવિણ બાબુભાઈ ચૌહાણ, અંકુર ભીખાભાઈ ડોબરીયાને પકડી પાડયા હતા. તમામ જુગારી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.


Related News

Loading...
Advertisement