શેરબજાર બેતરફી વધઘટ વચ્ચે રેડઝોનમાં: આંક 44 પોઈન્ટ ડાઉન

25 June 2020 04:18 PM
Business India
  • શેરબજાર બેતરફી વધઘટ વચ્ચે રેડઝોનમાં: આંક 44 પોઈન્ટ ડાઉન

500થી વધુ પોઈન્ટની વધઘટ: બેંક શેરો લાઈટમાં

રાજકોટ તા.25
મુંબઈ શેરબજારમાં આજે બેતરફી વધઘટે તેજીનો માહોલ રહ્યો હતો. નીચામથાળે પસંદગીના ધોરણે લેવાલી નીકળતા સેન્સેકસ 101 પોઈન્ટ ઉંચકાયો હતો.શેરબજારમાં વૈશ્વીક મંદી પાછળ શરુઆત નબળા ટોને થઈ હતી. જો કે, કોઈ ગભરાટ કે આક્રમક વેચવાલી ન હતી એટલે ભાવો અટવાતા રહ્યા હતા.

આ તકે અંતિમ સમયગાળામાં પસંદગીના ધોરણે લેવાલી નીકળતા તેજીનો વળાંક આવી ગયો હતો. બેંક શેરો લાઈટમાં આવ્યા હતા. સંસ્થાકીય લેવાલીનો પડઘો પડયો હતો. શેરબજારમાં આજે બેંક-ફાઈનાન્સ કંપનીઓ ઉપરાંત ઓટો તથા એફએમસીજી ક્ષેત્રના શેરો લાઈટમાં હતા.

આઈટીસી, હીરો મોટો, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, સન ફાર્મા, બજાજ ઓટો, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, મારૂતી, નેસ્લે વગેરે ઉંચકાયા હતા. ટીસીએચ, ટાઈટન, ઈન્ફોસીસ, ઈન્ડુસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટસ, અદાણી, હિન્દાલ્કો, ઈન્ડીયન ઓઈલ તથા રીલાયન્સમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ આખો દિવસ વારાફરતી ગ્રીન-રેડ ઝોનમાં ચકકર કાપતો રહ્યો હતો. બપોરે સવા ત્રણ વાગ્યે 44 પોઈન્ટના ઘટાડાથી 34824 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 25 પોઈન્ટ ઘટીને 10279 હતો જે ઉંચામાં 10361 તથા નીચામાં 10194 હતો.


Related News

Loading...
Advertisement