વિરોધની આંધી ફુંકાતાં શાદીડોટકોમએ ત્વચાના રંગના આધારે સર્ચનો વિકલ્પ દૂર કર્યો

25 June 2020 04:07 PM
India Woman World
  • વિરોધની આંધી ફુંકાતાં શાદીડોટકોમએ ત્વચાના રંગના આધારે સર્ચનો વિકલ્પ દૂર કર્યો

ડલાસ, અમેરિકા સ્થિત મૂળ રાજકોટની યુવતીની ઝુંબેશ પછી સ્કિન ટોન ફીલ્ટર દૂર કરાયું

નવી દિલ્હી તા.25
એશિયન મેરેજ વેબસાઈટ શાદીડોટકોમએ યુઝર્સના દબાણ પછી સ્કીન ટોન દૂર કર્યો છે.આવા વિકલ્પ સામે અમેરિકાના ડલાસની હેતલ લાખાણીએ ઓનલાઈન ઝુંબેશ શરૂ કરતાં કંપનીને આ વિકલ્પ દૂર કરવા ફરજ પડી હતી.

અંશવાદ વિરોધી હિંસાના પગલે અન્ય યુઝર સાથે વાતચીત બાદ તેણે ફિલ્ટર સામે વાંધો લીધો હતો.
શાદીડોટકોમએ જણાવ્યું હતું કે આ ફીલ્ટરથી કોઈ હેતુ સસ્તો નથી અને અમે એ કચરો દૂર કરવાનું ચૂકી ગયા હતા.

યુઝર જયારે આ સાઈટમાં જોડાય ત્યારે તેને પ્રશ્ન પૂછાતો હતો કે સ્કિન ટોન ઓપ્શનમાં તેની ત્વચા કેટલી ઉજળી અથવા કાળી છે.

યુઝર તેણે પસંદ કરેલા સ્કિન ટોનના આધારે સંભવિત પાર્ટનર સર્ચ કરી શકતા હતા. શાદીડોટકોમના દાવા મુજબ આ ફીલ્ટર કામ કરવું નહોતું, અને સર્ચમાં તમામ સ્કીન ટોનના મેચીસ આવતા હતા.
દક્ષિણ એશિયાની પરંપરાથી વિપરીત અન્ય ડેટીંગ સાઈટથી આ સાઈટ જુદી છે, અને જીવનસાથી શોધતા લોકોને સાઈટ મદદરૂપ બને છે.

પોતાનો જીવનસાથી શોધવા મેગન નાગપાલ ભારતીય મૂળની યુવતીએ સાઈટને ઈમેલ કર્યો ત્યારે તેને જણાવવામાં આવ્યું કે મોટાભાગના માતા-પિતા આ ફીલ્ટર જરૂરી માને છે. હેતલ જે ફેસબુક ગ્રુપની સભ્ય હતી તે ગ્રુપમાં ચામડીના રંગના ફીલ્ટર વિષે ચર્ચા કરી હતી.

હેતલે જણાવ્યું હતું કે મેગને જયારે અમારા ગ્રુપમાં આ વાત શેર કરી ત્યારે અમને આઘાત લાગ્યો હતો. બદલાવ લાવવાના હેતુથી મેં આ મુદો પકડી પીટીશન શરુ કરી હતી. ઝુંબેશે તરત વેગ પકડયો અને 14 કલાકમાં 1500 સહી એકઠી થઈ ગઈ હતી. અમે આ મુદો ઉઠાવ્યો એથી ઘણાં લોકો રાજી થયા હતા.
મિસ રોશની નામની એન્ટરટેનમેન્ટ વેબસાઈટ ચલાવતી એક બ્લોગરે આ પીટીશન શાદીડોટકોમ સાથે શેર કરી હતી.

શાદીડોટકોમ એ દાવો કર્યો હતો કે તે તેમની સાઈટમાં આ બ્લાઈન્ડસ્પોટ દૂર કરવાનું ચુકી ગયા હતા અને રાતોરાત ફીલ્ટર દૂર કરવામાં આવ્યું હતું.હેતલે જણાવ્યું હતું કે મારી પાસે બેચલર અને માસ્ટરની ડીગ્રીઓ છે, પણ ત્વચાનો રંગ એ બધું મારી પાસેથી લઈ લે તો એ સૌથી ખરાબ વાત હશે.

દક્ષિણ એશિયામાં રંગવાદ વૈશ્વીક વંશવાદ વિરોધી રમખાણોના પગલે પ્રકાશમાં આવ્યો છે.
મેગન કહે છે કે બોલીવુડ સ્ટારો એકબાજુ ફીટનેસ કીમને એન્ડોર્સ કરે છે, બીજી બાજુ બ્લેક લાઈવ્સ મેટરને સપોર્ટ કરે છે.


Related News

Loading...
Advertisement