ચીની હેકર્સ દ્વારા ભારત પર દરરોજ 10 હજાર સાઈબર હુમલા

25 June 2020 12:15 PM
India Technology World
  • ચીની હેકર્સ દ્વારા ભારત પર દરરોજ 10 હજાર સાઈબર હુમલા

સરહદ પર ભલે પીછેહઠ કરી પણ.....: સરકારી વિભાગો ઉપરાંત ખાનગી કંપનીઓના ડેટા ચોરવાના હેકર્સ દ્વારા પ્રયાસો

નવીદિલ્હી તા.25
સરહદ પર તો ચીન ભારતમાં ઘુસણખોરી કરતુ આવ્યુ છે પરંતુ ચીની હેકર્સ ભારત પર રોજ 10 હજાર જેટલા સાઈબર એટેક કરી રહ્યુ છે. દેશમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ આઠ-દસ હજારના હિસાબથી સાઈબર હુમલા ચીન કરી રહ્યુ છે.

આ હુમલામાં ચીન સરકારની નજીકની કંપનીઓ સાથે જોડાયેલા સાઈબર ઠગો માત્ર દેશના સરકારી વિભાગોને જ પોતાના નિશાન નથી બનાવતા બલ્કે અનેક ક્ષેત્રની ખાનગી કંપનીઓના ડેટા ચોરવા માટે પણ હુમલો કરી રહ્યા છે. ચીની હેકર્સના નિશાને કેન્દ્ર સરકારના મંત્રાલયો - ખાસ કરીને વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની સીસ્ટમ રહી છે.

ચીની હેકર્સ ગ્રુપે ભારતની સરકારી અને ખાનગી ક્ષેત્રની ટેલીકોમ કંપનીઓ, ફાર્મા કંપનીઓ, મીડીયા, સ્માર્ટ ફોન બનાવવાની કંપનીઓ, ક્ધસ્ટ્રકશન ક્ષેત્રના ઉદ્યોગ અને ટાયર કંપનીઓને પણ નિશાન બનાવવાની કોશિષ કરી હતી. પેનેશિયા ઈન્ફો સિકયોરીટીઝના ફાઉન્ડર અને સીઈઓ અજય કૌશિક જણાવે છે કે હેકર્સે તમામ જાણીતી કંપનીઓની સીસ્ટમને નિશાન બનાવીને તેમના ટ્રેડ સીક્રેટ હસ્તગત કરવાના લક્ષ્યથી સાઈબર હુમલા કર્યા છે.

હેકર્સે આર્ટિફિશિયલ ટ્રાફીક ડાયવર્ટ કર્યો
અજય કૌશીકે જણાવ્યુ હતુ કે ચીનના ચેંગડુ શહેરમાં બેઠેલા સાઈબર ઠગોએ છેલ્લા પાંચ દિવસોમાં 40 હજારથી વધુ સાઈબર હુમલા કર્યા છે. આ શહેર ચીનમાં સાઈબર હેકર્સનો મોટો અડ્ડો છે. હેકર્સે ભારતમાં વેબસાઈટ અને કોમ્પ્યુટર પર એટલા બધા આર્ટિફિશિયલ ટ્રાફીક ડાયવર્ટ કર્યા છે કે અસલ યુઝર્સ માટે પણ તે સીસ્ટમનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે.


Related News

Loading...
Advertisement