રાજકોટમાં કોરોનાના વધુ પાંચ કેસ : રાણાવાવના મહિલાનું મોત : લોધીકામાં બે કેસ

25 June 2020 11:42 AM
Porbandar Gujarat Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોનાના વધુ પાંચ કેસ : રાણાવાવના મહિલાનું મોત : લોધીકામાં બે કેસ

ગુજરાતમાં વધુ છુટછાટની તૈયારી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં વધતી ચિંતા : રાજકોટમાં બે દિવસમાં 13 દર્દી નોંધાયા : ગીર સોમનાથ જિલ્લામાં 9નો ઉમેરો : કચ્છમાં દુષ્કર્મ પીડિત યુવતી સહિત નવા 7 કેસ : મોરબી જિલ્લામાં પણ એક દર્દી વઘ્યા..

રાજકોટ તા.25
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનલોક-1 પુરૂ થવા સમયે જ કોરોનાના કેસ ચાલુ સપ્તાહમાં ખૂબ વધી રહ્યા છે. જેથી લોકોમાં ચિંતા વધી રહી છે. બહાર ગામથી મુકત અવર-જવર અને ઘણે અંશે બેદરકારીના કારણે પણ સંક્રમણ વધતું હોય કેસ હજુ વધવા ભીતિ છે. રાજકોટ શહેરમાં આજે સવારે નવા પાંચ પોઝીટીવ કેસ સહિત બે દિવસમાં 13 કેસ નોંધાયા છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવના હંસાબેન ચનાભાઇ ગોહેલ (ઉ.વ.57) નામના વૃઘ્ધાનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. તો હળવદના ચરાડવા ગામે પણ વૃઘ્ધને કોરોના નિદાન થયું છે. ગઇકાલે ગીર-સોમનાથ જિલ્લામાં પણ એક સાથે નવ કેસ નોંધાયા હતા. કચ્છમાં પણ 7 કેસ વઘ્યા છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ, કોટેચા ચોક, મવડી, મોરારીનગરમાં ગઇકાલે દંપતિ, તરૂણ સહિત છ વ્યકિતને ગઇકાલે કોરોના નિદાન થયું હતું. બાદમાં આજે સવારે વધુ નવા વિસ્તારો એરપોર્ટ રોડ, રામકૃષ્ણનગર, નિર્મલા ફાયરબ્રિગેડ પાછળ, સાધુ વાસવાણી રોડ અને મવડીની આશા રેસીડેન્સી પાસે પાંચ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ વિસ્તારોમાં પહોંચ્યું છે. જે પાંચેય દર્દી પુરૂષ છે.

રાજકોટ સિવિલમાં લોધીકાના બે કેસ પણ નોંધાયા છે. તો જામનગરના બે, મોરબીનો 1 તથા સુરેન્દ્રનગર જિલ્લાનો એક-એક કેસ નવો આવ્યાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરીએ જણાવ્યું હતું.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં ગઇ કાલે પ્રથમ વખત કોરોના વાયરસનો બોમ્બમનો વિસ્ફો ટ થયો હોય તેમ એકી સાથે કોરોનાના 9 પોઝીટીવ કેસો આવતા તંત્ર દોડતું થયેલ છે. આ પૈકી એક મહિલા દર્દી કે જે અમદાવાદ ખાતે સારવાર લઇ રહેલ તેનું મૃત્યુક નીપજેલ છે. જીલ્લાટમાં કોરોનાથી પ્રથમ મોત થયાનું નોંઘાયેલ છે. જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કુલ 69 કેસો નોંધાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં ગઇ કાલે 9 કોરોના પોઝીટીવ કેસ આવેલા છે જેમાં તાલાલાના ઉમરેઠી ની 6પ વર્ષીય મહિલા કે જે છેલ્લાા પંદર દિવસથી અમદાવાદ ખાતે અન્યે બિમારી સબબ સારવાર લઇ રહેલ છે. જેના રાત્રીના બાર વાગ્યેક મહિલા મૃત્યુ થયું છે. જયારે અન્યા કોરોના પોઝીટીવ આવેલા કેસોમાં ઉના-ગીરગઢડા તાલુકાના ધોકડવા-1 કેસ (ર0 વર્ષ-પુરૂષ), વડવિયાળા-3 કેસ (37 વર્ષ -પુરૂષ, 36 વર્ષ -મહિલા, 8 વર્ષ -યુવતી), હડમડીયા-1 કેસ (36 વર્ષ -પુરૂષ), સનવાવ-1 કેસ (60 વર્ષ -મહિલા), ભાચા-1 કેસ (પપ વર્ષ -પુરૂષ) કોરોના પોઝીટીવ આવેલ છે.

આ તકે વહીવટી તંત્રએ લોકોને અપીલ કરતા જણાવેલ કે, લોકોએ જાગૃત રહી સામાજીક અંતર જાળવવું, લોકોને તાવ, શરદી જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો તાત્કાલીક 104 હેલ્પ લાઇન પર ફોન કરી માર્ગદર્શન મેળવવા જણાવેલ છે.

રાત્રે વેરાવળના બિહારીનગરમાં રહેતી 58 વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ આવતાં કોરોના કુલ કેસનો આંક 69 થયા છે.

કચ્છ
સરહદી કચ્છમાં બુધવારે વધુ 7 જેટલા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે, જેમાં, મૂળ સુરતના અને ભુજ આવેલા માતા-પુત્રના અમદાવાદની ખાનગી લેબમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત, ભુજમાં વધુ એક બી.એસ.એફ.નો જવાન, ગાંધીધામ તાલુકા અંતરજાળનો પુરુષ, ગાંધીધામની યુવતી, અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં પુરુષ, રાપર તાલુકાના બાલાસરમાં એક પુરુષને પણ કોરોના પોઝિટિવ હોવાના હેવાલ છે.

મૂળ સૂરતના 38 વર્ષીય ધવલ પ્રતાપ ઠક્કર અને 60 વર્ષીય હર્ષાબેન પ્રતાપ ઠક્કરનો ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવાયો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત ભુજમા 47 વર્ષીય બી.એસ.એફ.ના જવાન ડી.એન. પાંડે, અંજાર તાલુકાના મેઘપર બોરિચીના 36 વર્ષીય લોકેશ જયકિશન લાલચંદાણી, ગાંધીધામ તાલુકાના અંતરજાળના 32 વર્ષીય મિલન અરવિંદ પુરોહિત, ગાંધીધામની 20 વર્ષીય દુષ્કર્મ પીડિતા, રાપર તાલુકાના બાલાસરના 57 વર્ષીય ભરતસિંહ મેરૂભા જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

દરમ્યાન,સીમાવર્તી રાપર તાલુકાના સુવઈ ગામના 33 વર્ષીય આશિષ બામણીયાને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે રખાયા હતા. જેઓ કોરોનાને મહાત આપી ઘરે પરત ભર્યા છે.

કચ્છમાં હજુ સુધી નોવેલ કોરોના વાઇરસના કુલ દર્દીઓનો આંકડો 126 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી 93 સારવાર બાદ સાજા થઈ ગયા છે. હવે ફકત 25 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, સારવાર દરમિયાન 7 દર્દીના મોત થયા છે. આમ, કુલ દર્દીના 74 ટકા દર્દી સાજા થઈ ગયા છે.


Related News

Loading...
Advertisement