વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતા 2ની ધરપકડ

24 June 2020 07:07 PM
Vadodara Gujarat
  • વડોદરામાં ડ્રગ્સની હેરાફેરી કરતા 2ની ધરપકડ

વડોદરા : વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) પોલીસે વાહન રોકીને ડ્રગની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ આરોપમાં 2 આરોપીની ધરપકડ કરી હતી અને 3 લાખ 45 હજારની કિંમતનો નશીલા પદાર્થોની દવાઓ, મોબાઈલ ફોન અને કાર સહિત 5 લાખનો માલ જપ્ત કર્યો હતો.

ડભોઇથી વડોદરા જવાના માર્ગ પર એસઓજી રૂરલ પોલીસ બાતમી મળી હતી. જેથી બધા વાહનો પર ખાસ નજર રાખવાની આવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ કાર ને અટકાવી તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારમાંથી 17 કિલો 280 ગ્રામ નશીલા પદાર્થોની દવાઓ મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે 3 લાખ 45 હજાર 600 રૂપિયા છે. આ આરોપસર પોલીસે કલ્પેશ પઢિયાર અને વિજય પેઢીયારની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી કાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement