વડોદરા : લાંચ રૂશ્વતના કેસમાં બે વર્ષની સજા થયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

24 June 2020 05:36 PM
Vadodara
  • વડોદરા : લાંચ રૂશ્વતના કેસમાં બે વર્ષની સજા થયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

વડોદરા તા.24
વડોદરાની રવાલ સહકારી દૂધ મંડળી માં ફરજ બજાવતા વખતસિંહ ફતેસિંહ સોંલંકી એ તેમના જ મંડળી ના સહ કર્મચારી દિનેશભાઈ શાહ એ રવાલ સહકારી દૂધ મંડળી ના ઓડિટ રીપોર્ટ નું કામ કરાવી આપવા અંગે રૂપિયા 12000 આપવા પડશે કઈ લાંચ માંગેલી તેવી ફરિયાદ તા. 4/6/13 ના રોજ એસીબી પોલીસ સ્ટેશન વડોદરા માં ફરિયાદ નોંધાવતા એસીબી પોલીસ સ્ટેશન માં લાંચ રિશ્વત ધારા હેઠળ ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરેલ હતી.
ત્યારબાદ આરોપી ને નામદાર કોર્ટ માં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપી ને જ્યુડીશીઅલ કષ્ટડીમાં મોકલી દેવામાં આવેલ ને આરોપી દ્એ જેલ માંથી વડોદરા સેસન્સ કોર્ટ માં જામીન અરજી કરતા જામીન પર મુક્ત કરવામાં આવેલ. આ કેસ માં સેસન્સ કોર્ટ માં એસીબી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરતા કેસ ચાલવા પર આવેલ અને આ કેસ માં પ્રોસિક્યુશન તથા બચાવ પક્ષ દ્વારા સાક્ષી ઓ તપાસવામાં આવેલ ને બને પક્ષો ની દલીલ સાંભળી નામદાર સેશન્સ કોર્ટ વડોદરા એ આરોપી ને બે વર્ષ ની સજા આપેલ હતી આરોપી દ્વારા સેશન્સ કોર્ટ ના હુકમ ને પડકારી નામદાર ગુજરાત હાઇકોર્ટ માં અપીલ દાખલ કરેલ હતી ને આરોપી ના વકીલ દ્વારા વિવિધ મુદ્દા ઓ પર દલીલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા આરોપી ની અપીલ એડમિટ કરી જામીન પર મુક્ત કરવામાં આવેલ છે. આ કામ માં આરોપી ના એડવોકેટે તરીકે આશિષભાઈ એમ ડગલી તથા વિજયરાજસિંહ એસ જાડેજા રોકાયેલ હતા.


Loading...
Advertisement