ઓનલાઇન શિક્ષણ હજુ વધુ માસુમનો ભોગ લે તે પહેલા બંધ કરો

24 June 2020 04:48 PM
Rajkot Education Technology
  • ઓનલાઇન શિક્ષણ હજુ વધુ માસુમનો ભોગ લે તે પહેલા બંધ કરો
  • ઓનલાઇન શિક્ષણ હજુ વધુ માસુમનો ભોગ લે તે પહેલા બંધ કરો
  • ઓનલાઇન શિક્ષણ હજુ વધુ માસુમનો ભોગ લે તે પહેલા બંધ કરો

શિક્ષણમાંથી હાથ ખંખેરવા શિક્ષણમંત્રી ગતકડા કરતા હોવાનો આક્ષેપ : આપઘાત કરનાર છાત્રાના પરિવારજનોને રૂા.10 લાખની સહાય આપવા એનએસયુઆઇની માંગ : શિક્ષણાધિકારીને રજૂઆત કરે તે પહેલા જ આઠ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

રાજકોટ તા.24
ઓનલાઇન શિક્ષણના ગતકડા સામે રાજકોટ સહિત રાજયભરમાંથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. ઓનલાઇન શિક્ષણના કારણે શહેરમાં એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવેલ છે.

ત્યારે વિદ્યાર્થીઓ માટે ત્રાસદાયક બનેલી ઓનલાઇન શિક્ષણની સિસ્ટમથી અનેક પ્રશ્નો ખડા થયા છે. જેમાં બાળકોનું બચપન છીનવાય રહ્યું છે. ખાનગી શાળા સંચાલકોએ ફીની વસુલાત માટે જ આ ઓનલાઇન શિક્ષણની સીસ્ટમ શરૂ કર્યાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

ઓનલાઇન શિક્ષણથી વધુ જીંદગીઓ હોમાય તે પૂર્વે ઓનલાઇન શિક્ષણનું ગતકડુ બંધ કરવાની માંગણી સાથે એનએસયુઆઇના હોદેદારો અને કાર્યકરો આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ઉમટી પડયા હતા. પરંતુ આ હોદેદારો અને કાર્યકરો રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આઠ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવેલ છે કે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ઉર્ગ્યુ નથી. દેશના અને રાજયના લોકો પોતાના ધંધા રોજગાર કેમ સેટ કરવા, ઘર અને પરિવારોના જીવન નિર્વાહ કેમ ચલાવવો? તેની મથામણમાં છે. ત્યારે ગુજરાતની ભાજપની સરકારે કોઇપણ જાતના ઉંડા અભ્યાસ વગર ઓનલાઇન શિક્ષણનું ગતકડુ ઉભુ કર્યુ છે. આ ઓનલાઇન શિક્ષણ પઘ્ધતિથી સરકાર માત્ર શિક્ષણક્ષેત્રમાંથી પોતાનો હાથ આ પરિસ્થિતિમાંથી ખેંચી લેવા માંગતી હોય અને રાજયના માલતુજાર શિક્ષણ માફીયાઓને સીધો જ ફાયદો કરાવવા માંગતી હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

ત્યારે આ મુદ્દે લોકોને સાથે રાખી સરકારને અનેક રજુઆતો કરવા છતાં સરકારના બહેરા કાનો સુધી જનતાનો અવાજ સંભળાયો નથી. એ દ્રષ્ટિ પરિણામો રૂપે બે દિવસ પહેલા રાજકોટ ખુશી નામની લાડકવાયી આ ઓનલાઇન શિક્ષણની બલી ચડી હોય તેવુ લાગે છે.

સરકારે ઓનલાઇન પઘ્ધતિ દાખલ કરતા પહેલા નામાંકીત શિક્ષણવિદો, જુદા-જુદા ક્ષેત્રના ડોકટરો જેમાં ન્યુરો સર્જન, આંખના ડોકટરો, મનો વૈજ્ઞાનિકો વિગેરેના અભિપ્રાય અને તેમના અભિપ્રાયોના અંતે જો કોઇ નિર્ણય લીધો હોત તો આવો નિર્ણય એક પણ તજજ્ઞ આપતા નહીં કારણ કે નાના બાળકોથી લઇ હાઇસ્કૂલથી લઇ હાયર સેક્ધડરી સુધીમાં આ શિક્ષણ કેવી રીતે આપવું અને કેટલી ઉમરના બાળકોને આ શિક્ષણ આપી શકાય તેવો કોઇ જ વિચાર કર્યા વગર રાજયની ભાજપ સરકાર અને નિષ્ફળ શિક્ષણમંત્રી માત્ર શિક્ષણમાંથી પોતાના હાથ ખંખેરા માટે આવા ગતકડા કરે છે.

જેનો રાજકોટ શહેર એનએસયુઆઇ સખ્ત શબદોમાં વખોડે છે. રાજયના શિક્ષણ વિભાગ પાસે માંગણી કરે છે આ ઘટનાનો ભોગ બનતા પરિવારને એની ખુશી તો પાછી લાવી ન દઇ શકીએ પરંતુ એના પરિવારને સધીયારો મળે માટે સરકાર દ્વારા રાજયના મુખ્યમંત્રી રાહતનિધિ કોર્ષમાં કોરોનાના કપરા કાલ દરમિયાન ઉઘરાવવામાં આવેલ અબજો રૂપિયાના ફંડમાંથી આ પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે એવી રજુઆત છે.

આ ઓનલાઇન શિક્ષણથી બાળકોના આંખ અને કાનની અને મગજ ઉપર ખૂબ જ ગંભીર અસર પડે છે. આ ઓનલાઇન શિક્ષણ બાળકોના સ્વાસ્થય માટે હાનિકારક છે. એટલા માટે રાજકોટ શહેર એનએસયુઆઇની માંગણી છે. આ ઓનલાઇન શિક્ષણ તાત્કાલીક ધોરણે બંધ કરી દેવામાં આવે તે જરૂરી છે.

આ રજૂઆતમાં રાજકોટ શહેર એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્વદિપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભવ્ય પટેલ, વિશ્વજીતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા વિગેરે જોડાયા હતાં.


Related News

Loading...
Advertisement