ભારત બેકરીના ગિરિશભાઈને કોરોના ? સોશ્યલ મીડિયામાં ફરતો મેસેજ વિશેની હકીકત જાણો

24 June 2020 04:13 PM
Rajkot Saurashtra
  • ભારત બેકરીના ગિરિશભાઈને કોરોના ? સોશ્યલ મીડિયામાં ફરતો મેસેજ વિશેની હકીકત જાણો
  • ભારત બેકરીના ગિરિશભાઈને કોરોના ? સોશ્યલ મીડિયામાં ફરતો મેસેજ વિશેની હકીકત જાણો
  • ભારત બેકરીના ગિરિશભાઈને કોરોના ? સોશ્યલ મીડિયામાં ફરતો મેસેજ વિશેની હકીકત જાણો

ગીરીશભાઈ નામની કોઈ વ્યકિત રાજકોટની ભારત બેકરીમાં કાર્યરત નથી

રાજકોટ તા.24
કોરોના મહામારીમાં અનેક અફવાઓ લોકોને ગેરમાર્ગે દોરવા આવે છે. જેનાથી સાવધાન રહેવુ જરૂરી છે. આવી જ એક અફવા અને ખોટી માહિતી ફેલાવા બદલ રાજકોટની ભારત બેકરીના કર્મચારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા.

ગઈકાલે સાંજથી સોશ્યલ મીડીયામાં એક મેસેજ વાયરલ થયો છે. જેમા લખવામાં આવ્યુ છે કે ‘ભારત બેકરીવાળા ગીરીશભાઈનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સવારે તે બીજે રહેવા ચાલ્યા ગયા છે. જે શાલીભદ્ર એપાર્ટમેન્ટ, દિગ્વીજય પ્લોટમાં રહે છે છતાં બેકરી ચાલુ રાખી છે તો ધ્યાન રાખજો. કોઈ હમના ન લેતા’
તેવાં મેસેજ અંગે ભારત બેકરીના એકાઉન્ટન્ટ હિતેશભાઈ બુધ્ધદેવે જણાવ્યુ કે આ મેસેજ સાથે અમારે કોઈ લાગતુ વળગતુ નથી. અમારી બેકરી રાજકોટમાં ભીલવાસ સદરમાં આવેલ છે. અમારી બીજી કોઈ બ્રાંચ નથી.

અમારે ત્યાં કોઈ ગીરીશભાઈ નામના વ્યકિત કાર્યરત નથી. આ મેસેજ બાબતે અમને કોઈ ખ્યાલ નથી. અફવા ફેલાવવા આ મેસેજ વાયરલ થયો છે જેથી આ મેસેજ પર ધ્યાન દેવુ નહીં. અમારે 12 થી 13 લોકોનો સ્ટાફ દુકાનમાં કાર્યરત છે જે સંપૂર્ણ સ્વસ્થ છે. અન્ય શહેરોમા આ નામથી બેકરી અથવા શોપ ચાલેલ છે તેમા કોઈ કેસ હોઈ શકે જેનો અમને ખ્યાલ નથી.

આ મેસેજ આગળ કોઈ વ્યકિતને ફોરવર્ડ ન કરવા અને આ અફવા પર ધ્યાન ન દેવા હિતેશભાઈ બુધ્ધદેવે અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement