મુંબઈ ચા રાજા આ વખતે માત્ર ચાર ફૂટનાં, કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે વિસર્જન

24 June 2020 11:39 AM
Dharmik India
  • મુંબઈ ચા રાજા આ વખતે માત્ર ચાર ફૂટનાં, કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે વિસર્જન

મુંબઈ :
મુંબઇના લાલબાગની ગણેશગલ્લીનાં જાણીતા મુંબઈ ચા રાજા ગણપતિની મૂર્તિ દર વર્ષે ભવ્ય અંદાજે બાવીસ ફૂટ જેટલી ઊંચી હોય છે. આ વખતે ગણેશગલ્લીના આ સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે અને ગણપતિની મૂર્તિ ફક્ત ચાર ફૂટની જ રાખવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, એ મૂર્તિનું વિસર્જન પણ કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે એમ જણાવ્યું છે.

કોરોનાને કારણે આ વર્ષે ગણેશોત્સવ સાદાઇથી ઉજવવાનું આહવાન મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે, મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસે કર્યું છે. એને પ્રતિસાદ આપતાં રાજ્યનાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ આ વર્ષે ગણેશોત્સવ સાદાથી ઉજવવાનું નક્કી કર્યું છે. ચિંચપોકળીયા ચિંતામણી પછી ગણેશગલ્લીનાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળે પણ એવો જ નિર્ણય લીધો છે. માત્ર પૂજા કરવાની ગણેશ પ્રતિમાનું જ સ્થાપન કરવામાં આવશે અને એ મૂર્તિ પણ શાડુ માટીની જ હશે. જો કે ભક્તો માટે લાઈવ દર્શનની સુવિધા ઉભી કરવી એવો નિર્ણય મંડળે લીધો છે.

આ વિશે માહિતી આપતાં મંડળનાં અધ્યક્ષ કિરણ તાવડેએ કહ્યું હતું કે મુંબઈચા રાજાનાં દર્શને આવનારા ભાવિકોની સ્વાસ્થ્ય-સુરક્ષાનું ધ્યાન મંડળ રાખશે. ભાવિકોએ સરકારી નિયમોનું પાલન કરવું પડશે. તેમને માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

ચિંચપોકળીચા ચિંતામણીનાં આયોજકોએ 100 વર્ષની પરંપરા તોડીને સાદાઇથી ગણેશોત્સવ ઉજવવાનો નિર્ણય લીધો છે. ગણપતિની પધરામણી વખતેજે વાજતે ગાજતે સરઘસ કાઢીને બાપ્પાને લાવવામાં આવે છે એ પણ આવર્ષે રદ કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, મંડળના જૂજ કાર્યકરોની ઉપસ્થિતિમાં ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા આટોપી લેવાશે. ભવ્ય મંડપ કે લાઈટીંગ પર ખર્ચ ન કરતાં એ રકમથી સરકારી હોસ્પિટલોને જરુરી સાધનો લઇ આવવા અને જરુરિયાતમંદ દરદીઓને ઉપયોગી થાય એવી ચીજોનું સેન્ટર ચાલુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement