ગૂગલ પે ત્રાહિત પેમેન્ટ એપ છે એટલે એ નિયમ અનુસાર નોંધાયેલી નથી

24 June 2020 11:29 AM
India Technology
  • ગૂગલ પે ત્રાહિત પેમેન્ટ એપ છે એટલે એ નિયમ અનુસાર નોંધાયેલી નથી

મુંબઈ
ગુગલ પેની ભારતમાં કામગીરી ગેરકાયદે ચાલી રહી હોવા વિશે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થયેલી છે. આ અરજીમાં દેશમાં બેન્કીંગ અને પેમેન્ટ સિસ્ટમ માટેનાં નિયમનકાર તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ જવાબ આપ્યો હતો કે ગૂગલ પે દેશમાં ત્રાહિત પાર્ટી એપ તરીકે કાર્યરત છે અને પેમેન્ટ સિસ્ટમનાં નિયમો અનુસાર કામગીરી કરી રહી નથી.

રિઝર્વ બેન્કે હાઈકોર્ટનાં જસ્ટીસ ડી.એન. પટેલ અને જસ્ટીસ પ્રતિક જાલનની બેન્ચને જણાવ્યું હતું કેપેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક 2007ના નિયમોનું ઉલ્લંઘન થાય છે. રિઝર્વ બેન્કે વધુમાં જણાવ્યું હતું કે ગૂગલ પે દેશમાં કોઇ પેમેન્ટ સિસ્ટમ ચલાવતી ન હોવાથી એનું નામ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની અધિકૃત સિસ્ટમની યાદીમાં પણ આવતું નથી.

અબિજીત મિશ્રા નામની એક વ્યક્તિએ કરેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગુગલ પે અધિકૃત નહીં હોવા છતાં દેશમાં પેમેન્ટ સિસ્ટમ ચલાવી રહી છે. એની પાસે પેમેન્ટ સિસ્ટમની પરવાનગી નથી અને કોઇ પણ લાયસન્સ વગર આ કાર્યવાહી ભારતમાં ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement