લોકડાઉનમાં કેન્સલ કરેલી ટિકિટોનું રિફંડ આપવાનું રેલવેએ શરૂ કર્યું

24 June 2020 11:09 AM
India Travel
  • લોકડાઉનમાં કેન્સલ કરેલી ટિકિટોનું રિફંડ આપવાનું રેલવેએ શરૂ કર્યું

નવી દિલ્હી તા.24
લોકડાઉન દરમિયાન રેલવેએ એપ્રિલ 14થી30 જૂન દરમિયાન બુક કરેલ અને કેન્સલ કરેલ ટિકીટના રિફંડ આપવાનું શરૂ કર્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રેલવેએ 14 એપ્રિલ પહેલા કે 30 જૂન દરમિયાન લોકડાઉનના સમયગાળામાં બુક કર્યા બાદ કેન્સલ કરેલ ટિકીટના રિફંડ ચૂકવવાનું શરૂ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે 25 માર્ચથી કોરોના વાયરસને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અમલમાં આવતા રેલવેએ પોતાની બધી જ સેવાઓ જેમકે પ્રવાસ, મેલ એકસપ્રેસ વગેરે રદ કરી દીધી હતી. 14મી મે એ રેલવેએ 30 જૂન સુધી બુક કરેલી તમામ ટિકીટો રદ કરેલી તેમાં હવે રિફંડ આપવાનું શરૂ કર્યુ છે.


Related News

Loading...
Advertisement