પતંજલિ દ્વારા આજે સવારે લોન્ચ કરેલ કોરોના સામેની આયુર્વેદ દવાના પ્રચાર-વેચાણ પર સરકારે લગાવી રોક

23 June 2020 10:52 PM
Government Health India
  • પતંજલિ દ્વારા આજે સવારે લોન્ચ કરેલ કોરોના સામેની આયુર્વેદ દવાના પ્રચાર-વેચાણ પર સરકારે લગાવી રોક

કંપની દ્વારા જે દાવા કરવામાં આવ્યા છે તેની આયુષ મંત્રાલયે માહિતી મંગાવી

દિલ્હી:
સરકારે આજે પતંજલિ દ્વારા શરૂ કરાયેલા કોરોના વાયરસની સારવાર માટેની આયુર્વેદિક દવા કોરોનિલના પ્રમોશન પર પ્રતિબંધ મૂક્યો છે. આયુષ મંત્રાલયે પતંજલિને આ મુદ્દાની તપાસ થાય ત્યાં સુધી કોરોનાની આ દવાને પ્રોત્સાહન ન આપવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે પતંજલિના દાવાની તપાસ માટે પતંજલિ પાસેથી ડ્રગની વિગતો માંગી છે. આયુષ મંત્રાલયે કહ્યું છે કે પતંજલિની આ કથિત દવા ઔષધિ અને ચમત્કારિક ઉપચાર (આપત્તીજનક જાહેરાત) કાનૂન 1994 મુજબ આવે વિનિયમિત છે.

દવાના લોકાર્પણ પ્રસંગે પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો હતો કે આ દવા કોરોનાથી પીડિત દર્દીઓની સારવાર 3 થી 14 દિવસમાં કરી શકશે. હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં કાર્યક્રમ દરમિયાન, બાબા રામદેવે કહ્યું કે કોરોનિલ દવા માટે પરીક્ષણ કરાયેલા કોરોના દર્દીઓમાંથી 69 દર્દીઓ માત્ર ત્રણ જ દિવસોમાં પોઝિટિવ માંથી નેગેટીવ થયા છે અને 100% દર્દીઓ સાત દિવસમાં ચેપ મુક્ત થઈ ગયા છે.

દવાના લોકાર્પણ દરમિયાન, આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું હતું કે અમે આ દવાને વધુ અસરકારક બનાવવા માટે જડીબુટ્ટીઓ સાથે ખનિજોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના કીટ દ્વારા પણ કોરોના વાયરસથી બચી શકાય છે. એક કોરોના કીટની કિંમત ફક્ત 545 રૂપિયા હશે અને આ કીટ 30 દિવસની હશે.


Related News

Loading...
Advertisement