સૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ, પ્રકૃતિ અને જીવદયા પ્રેમી રાજુભાઈ જયંતિભાઈ શાહનું દુઃખદ અવસાન

23 June 2020 07:51 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ, પ્રકૃતિ અને જીવદયા પ્રેમી રાજુભાઈ જયંતિભાઈ શાહનું દુઃખદ અવસાન

તેઓ ત્રણ દિવસથી શહેરની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, આજે સાંજે ૭.૨૮ કલાકે અંતિમ શ્વાસ લીધા

રાજકોટ : સૌરાષ્ટ્ર મીડિયામાં જાણીતું નામ અને હાલ સમકાલીન મોબાઇલ ન્યુઝપેપર ના સંપાદક રાજુભાઈ જયંતિભાઈ શાહ અરિહંત શરણ પામ્યા. બહોળો મિત્રો ધરાવતા રાજુભાઈ જીવદયા અને પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ ધરાવતા હતાં.
તેઓ હાલમાં મોબાઈલ ન્યુઝ પેપર સમકાલીન નું સંપાદન કરતા હતા.
છેલ્લા અમુક વર્ષો થી તેઓ સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફ રહેતી, પરંતુ ત્રણ દિવસ પેહલા તબિયત બગડતાં રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ થયા અને આજે સાંજે ૭.૨૮ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા.
તેમના પિતા સ્વ. શ્રી જયંતીભાઈ શાહ સૌરાષ્ટ્ર જીવદયા પ્રેરણાસ્ત્રોત અને વર્ષો સુધી રાજકોટ પાંજરાપોળમાં સેવા આપી હતી.
રાજુભાઈ ના બે પુત્રો માંથી મોટા પુત્ર દિવ્યપલ હાલ રાજકોટમાં છે તો બીજા પુત્ર તેજપાલ કેનેડા માં છે.
રાજુભાઈ સૌરાષ્ટ્ર આસપાસ ના પૂર્વ તંત્રી તથા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન માં ગવરનિંગ બોડી મેમ્બર હતા.
રાજુભાઈ નું આકસ્મિક અવસાન થતાં પરિવાર, સમાજમાં ઘેરો શોક છવાયો છે.
પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે તે પ્રાર્થના


Related News

Loading...
Advertisement