માના ગર્ભમાં બાળકની મુવમેન્ટ પર વોચ રાખવા આ બ્રેસલેટ કામ લાગશે

23 June 2020 04:23 PM
India Woman World
  • માના ગર્ભમાં બાળકની મુવમેન્ટ પર વોચ રાખવા આ બ્રેસલેટ કામ લાગશે
  • માના ગર્ભમાં બાળકની મુવમેન્ટ પર વોચ રાખવા આ બ્રેસલેટ કામ લાગશે

પ્રેગ્નન્સીના ચોકકસ સમયગાળા બાદ બાળક માના પેટમાં જ મૂવમેન્ટ કરવા માંડે છે. કયારેક લાત મારે તો કયારેક અંદર જ ગુલાંટીઓ ખાય. કયારેક તેનું માથું નીચે હોય તો કયારેક ઉપર. બાળક ગર્ભમાં કયાં અને કેટલી મુવમેન્ટ કરે છે એ તેના ગ્રોથ અને વિકાસના તબકકાનું પણ નિરૂપણ કરે છે. ઈંગ્લેન્ડના ટેલફોર્ડ શહેરમાં રહેતી લુઈ મેકલાઈડસ નામની મહિલાએ પોતે જયારે પ્રેગ્નન્ટ હતી ત્યારે બાળકની એવી મુવમેન્ટને બહુ નજીકથી નોંધી હતી. આ માટે તેણે એક ખાસ બ્રેસલેટ તૈયાર કરેલું.

જેટલી વાર બાળક લાત મારે કે કોઈક મુવમેન્ટ કરે ત્યારે એ બ્રેસલેટનો એક મણકો ફેરવે. રોજ કેટલા મણકા ફર્યા એની નોંધ તે ડાયરીમાં કરતી. એમ જ શોખ ખાતર શરૂ કરેલી તેની આ એકટીવીટીમાં ગાયનેકોલોજીસ્ટને રસ પડયો. એવું કહેવાય છે કે જયારે ડીલીવરીનો સમય નજીક આવે ત્યારે અચાનક જ બાળકની મુવમેન્ટ સાવ ઘટી જાય છે. એવાં તો ઘણાં અવલોકનો નોંધાયાં છે જેના આધારે બાળકનો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં એ નકકી કરી શકાય છે.

જો કે લુઈએ એ કામ અમસ્તું જ શરૂ કરેલું, પણ હવે તે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે ખાસ બ્રેસલેટ તૈયાર કરે છે જેના આધારે તેઓ બાળકની મુવમેન્ટ ગણીને એનો રેકોર્ડ રાખી શકે. હવે આ બ્રેસલેટનો બીઝનેસ પણ જબરો ફુલ્યોફાલ્યો છે.


Related News

Loading...
Advertisement