અમદાવાદમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ: ભકતો નિરાશ

23 June 2020 11:07 AM
Ahmedabad Dharmik Gujarat
  • અમદાવાદમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઈ: ભકતો નિરાશ

હાઈકોર્ટે કોરોના ચિંતામાં યાત્રાને મંજુરી નહી આપી: જબરો અજંપો છવાયો: 143 વર્ષમાં પ્રથમ વખત ભગવાન રથમાં બિરાજમાન હોવા છતા મંદિરમાં જ રહ્યા: એક તબકકે ભકતો રથને બહાર લઈ જશે તેવો ભય હતો: ભારે પોલીસ બંદોબસ્ત: મુખ્યમંત્રીએ પહિંદવિધિ નિભાવી: વિવાદનો અંત

અમદાવાદ: ગુજરાતના 142 વર્ષ જુની ભગવાન જગન્નાથની અષાઢી બીજ પરની રથયાત્રા હાઈકોર્ટના આદેશને પગલે મોકુફ રખાયા બાદ મંદિરના મહંત સહિતના સંચાલકો તથા લાખો ભકતોનો નિરાશા અને અજંપા અને ભારે સુરક્ષા વચ્ચે આ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં જ ફરી હતી. ગઈકાલે રાત્રીના પુરીની રથયાત્રાની માફક અમદાવાદમાં પર ગુજરાત હાઈકોર્ટે આ યાત્રાને શરતી મંજુરી આપશે તેવી અપેક્ષાએ તમામ તૈયારીઓ થઈ ગઈ હતી.

યાત્રા માર્ગ પર જનતા કર્ફયુની સ્થિતિ સર્જવા વ્યાપક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને મંદિરમાં પણ તમામ તૈયારીઓ થઈ ગઈ હતી પણ મધરાતના ચૂકાદા બાદ રથયાત્રા નહી યોજાય તે નિશ્ચિત જણાતા ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. આજે સવારે નિયમિત રીતે મંદિરમાં યાત્રા પુર્વેની વિધિ થઈ હતી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવારે 6.59 કલાકે પહિંદવીધી કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

યાત્રાને મંદિરના પરિસરમાં જ ફેરવવા હાઈકોર્ટે મંજુરી આપી હતી. તેથી મંદિરના ગેઈટ પુરેપુરી રીતે બંધ કરીને મંદિર આસપાસ રેપીડ એકશન ફોર્સ સહિતના દળોને ગોઠવી દેવાયા હતા અને પુરી યાત્રા માર્ગમાં પણ પોલીસ ગોઠવી દેવાઈ હતી. આજે સવારે 4 વાગ્યે આગામી મંદિરના પરીસરમાં સેંકડો ભકતો એકત્ર હતા અને તમામ વિધિ બાદ જયારે મુખ્યમંત્રી રૂપાણી પહિંદવિધિ બાદ પરત ગયા અને યાત્રાને મંદિરના પરિસરમાં ફેરવવાની તૈયારી થઈ તો એક તબકકે જબરો તનાવ હતો.

અંદર રહેલા ભકતો કોઈપણ ભોગે રથને મંદિર બહાર લઈ જશે તેવો માહોલ હતો અને ટ્રસ્ટીઓમાં પણ રોષ હતો. બહાર પોલીસને તુર્તજ એલર્ટ કરી દેવામાં આવી હતી તથા જબરો તનાવ હતો પણ અંતે થોડો સમયમાં જ પરિસ્થિતિ પર અંકુશ આવી ગયો અને રથને મંદિરના પરીસરમાં ફેરવી વિશ્વાસ અપાયો હતો. બાદમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે ભાવિકોને દર્શન કરવાની મંજુરી આપવામાં આવી હતી અને સમગ્ર યાત્રા વિવાદ પુરો થયાના સંકેત છે. જો કે મંદિર બહાર ભકતોનો પ્રવાહ યથાવત રહ્યો છે.

Related News

Loading...
Advertisement