વડોદરામાં દારૂની મહેફીલ માણતા 12 તબીબી વિદ્યાર્થીઓ ઝડપાયા

22 June 2020 05:30 PM
Vadodara Crime Gujarat
  • વડોદરામાં દારૂની મહેફીલ માણતા 12 તબીબી વિદ્યાર્થીઓ ઝડપાયા

વાઘોડીયા પોલીસને સ્થળ પરથી દારૂની 69 ખાલી બોટલો મળી: વિદ્યાર્થીનીઓ પણ હતી નશામાં ચુર

રાજકોટ તા.22
વડોદરાનાં વાઘોડીયા નજીક આવેલા આમોદર ગામનાં શ્યામલ કાઉન્ટી સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂની મહેફીલ માણતા મેડીકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થીનીઓને ઝડપી પાડયા છે. સ્થળ પરથી જુદી જુદી બ્રાંડની દારૂની 69 ખાલી બોટલો મળી આવી છે.

વાઘોડીયા પોલીસે પાડેલા દરોડામાં સામે આવેલી વિગત મુજબ સુમનદીપ વિદ્યાપીઠમાં મેડીકલનો અભ્યાસ કરતા ડો.કિર્તન જગદીશભાઈ પટેલ અને જૈમન મહેતાએ દારૂની મહેફીલનું આયોજન કર્યુ હતું. બન્ને શ્યામલ કાઉન્ટી સોસાયટીનાં મકાન નં.112 માં ભાડે રહે છે. પકડાયેલા તમામ તબીબી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ નશામાં ચુર હતા.

પોલીસે દારૂની ખાલી બોટલો,પાણીની બોટલો, પ્લાસ્ટીકનાં ગ્લાસ બે કાર મળી કુલ રૂા.955000 નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની મહેફીલ માણતા ઝડપાયેલા તબીબી વિદ્યાર્થીઓના નામ
દારૂની મહેફિલમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના 12 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના નામ
(1) ડો. કિર્તન જગદીશભાઇ પટેલ (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ)
(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહે. 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ)
(3) કોશી જોસેફ (રહે. રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા)
(4), અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહે. રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી)
(5), રૂચીત પરાગભાઇ શાહ (રહે. એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ)
(6) ગણેશ શિવઅન્ના (રહે. 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ)
(7), અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ ( રહે. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ)
(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ)
(9) ચેતના મોહનભાઇ દુહાન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામિલનાડુ)
(12) સોવીયા સુખરાજ ગીલ (રહે. વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ)


Related News

Loading...
Advertisement