શ્રધ્ધાળુઓ વગર જ રથયાત્રાને મંજુરી?

22 June 2020 04:10 PM
Ahmedabad Dharmik Gujarat Rajkot
  • શ્રધ્ધાળુઓ વગર જ રથયાત્રાને મંજુરી?

અષાઢી બીજની ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા સુપ્રીમ-ગુજરાત હાઈકોર્ટમાં રીટ: પુરીની જગન્નાથની યાત્રા માટે કેન્દ્ર અને ઓડીશા સરકારની અરજી: ગુજરાતમાં પણ હાઈકોર્ટમાં સૂનાવણી

રાજકોટ: દેશમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની યોજાતી રથયાત્રા ચાલુ વર્ષે કોરોનાના કારણે સંક્રમણ ફેલાવાના ભયે મુલત્વી રાખવાના સુપ્રીમ કોર્ટના આદેશની ફેરવિચારણા શરૂ થઈ છે અને જો પુરીની રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તો અમદાવાદની રથયાત્રા પણ યોજાશે તેવા સંકેત છે.

ગુજરાત હાઈકોર્ટે પણ આ રથયાત્રા યોજવા સામે ‘સ્ટે’ આપ્યો છે અને હાલના કાર્યક્રમ મુજબ કાલે મંદિરના પટાંગણમાં જ રથ ફરશે પણ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને ઓડીશા સરકારે કોઈ શ્રધ્ધાળુઓ વગર જ રથયાત્રા યોજવાની મંજૂરી આપવા માટે મંજૂરી આપવા માટે વિનંતી કરી છે અને તે મુજબ એ સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે તો ગુજરાતમાં પણ હાઈકોર્ટે ‘સ્ટે’ ઉઠાવી લે તેવી ધારણા છે.

ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે રીટ થઈ છે અને સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર આધાર છે.


Related News

Loading...
Advertisement