આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા તૈયારી: વિઝા સર્વિસ માટે દુતાવાસોને સુચના

22 June 2020 11:13 AM
India Travel Woman
  • આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા તૈયારી: વિઝા સર્વિસ માટે દુતાવાસોને સુચના

નવી દિલ્હી,તા. 22
કોવિડ લોકડાઉન ઉઠાવી લેવાતાં વિદેશ મંત્રાલયે ભારતમાંના ડિપ્લોમેટીક મિશનોને વિઝા પ્રોસેસીંગ સેવા ફરી શરુ કરવા વિનંતી કરી છે. મહામારીની સિથતિનાં આધારે આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ફલાઈટ ક્રમશ: શરુ કરવા સરકાર વિચારી રહી છે એ મુજબ આ ઘટનાક્રમ સર્જાયો છે.

વિઝા સેવા યોજનાનાં ભારતીય નાગરિકોને તકલીફ પડી રહી હોવાનું જણાવી વિદેશ મંત્રાલયે 9 જૂને વિદેશી દૂતાવાસોને આ પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે મંત્રાલયને વિઝા સેવા હજુ પણ સસ્પેન્ડ રહેતાં વિઝા મેળવવામાં તકલીફ પડી રહ્યાની ભારતીય નાગરિકો વેપાર સંસ્થાઓ-અન્ય સંસ્થાઓ તરફથી રજૂઆત મળી હતી. એમાંના કેટલાંય ઇમરજન્સી, ફરજ પાડતા કારણો, વિદેશમાં રહેતા પરિવાર સાથે જોડાવા, શિક્ષણ ફરી શરુ કરવા જેવા કારણોથી વિદેશજવા માગે છે.

22 માર્ચે ઇન્ટરનેશનલ ફલાઈટ બંધ કરાઈ ત્યારે વિદેશમાં રહી કામ કરતાં કેટલાય ભારતીયો રઝળી પડ્યા હતાં. કેટલાક કેસોમાં તેમના વિઝા પૂરા થઇ ગયા છે, અને પાછા જવા તેમને વિદેશી દૂતાવાસમાં ફરી અરજી કરવી જરુરી છે. કેટલાક કેસમાં ભારતના વિદેશી દૂતાવાસમાં વિઝા માટે પોતાના પાસપોર્ટ જમા કરાવ્યા હતા, પણ લોકડાઉનથી તે પાછા મળ્યા નથી.

વિદેશી એરલાઈનોનાં અધિકારીઓએ નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે, વિઝા પ્રોસેસીંગની કામગીરી ફરી શરુ થશે એ નોર્મલસીની નિશાની હશે.


Related News

Loading...
Advertisement