રાણાવાવમાં દેશીદારૂનો જંગી જથ્થો ઝડપાયો

19 June 2020 12:52 PM
Porbandar
  • રાણાવાવમાં દેશીદારૂનો  જંગી જથ્થો ઝડપાયો

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.19
પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મળેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના સી.ટી.પટેલ, હિમાન્શુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ, ઉદયભાઈ વરુ, કાનાભાઇ કરંગીયા, મેરામણભાઈ વરુ વગેરે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હતા.
દરમિયાન ડી.સ્ટાફના પો.કોન્સ. સંજયભાઈ તથા કાનાભાઈને સંયુક્ત રીતે માહિતી મળેલ કે ગંડીયાવાળા નેસ ખાતે જેશા વેજા મોરી દેશી દારૂની હેરાફેરી કરે છે. તેવી બાતમી આધારે પંચો સાથે રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએથી દેશીદારૂ લિટર 500/- ભરેલ 50-50 લિટર ના કુલ 10 બાચકા કિંમત રૂ.10000/-નો મળી આવતાં આરોપીની શોધખોળ કરતા આરોપી હાજર મળી નહીં આવતાં આરોપી વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


Loading...
Advertisement