લોકડાઉનમાં ત્રણમાંથી એક મહિલા એકલતાનો શિકાર

16 June 2020 04:58 PM
India Woman World
  • લોકડાઉનમાં ત્રણમાંથી એક મહિલા એકલતાનો શિકાર

મહિલાઓ પર ઘરનું કામકાજ ઉપરાંત બાળકો, વડીલોની સારસંભાળની વધુ જવાબદારી

લંડન તા.16
કોરોના વાયરસ અને તેના પગલે આવેલા લોકડાઉને માણસ જાતને માત્ર શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ નુકશાન પહોંચાડયુ છે. ખાસ કરીને મહિલાઓને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુનિવર્સિટી ઓફ એકએસના સંશોધકોના એક સંશોધન મુજબ ત્રણમાંથી એક મહિલા લોકડાઉનમાં એકલતા અનુભવી રહી છે. પુરૂષોની તુલનામાં મહિલાઓમા માનસિક સમસ્યા વધારે થઈ રહી છે. મહામારી દરમ્યાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરીયાદ કરનારાઓની સંખ્યા 7 ટકાથી વધીને 18 ટકા થઈ ગઈ છે.

જયારે મહિલાઓમાં આ દર 11 ટકાથી વધીને 27 ટકા થઈ છે. ઓનલાઈન કોમ્યુનીટી વુમન ઈન્ટરેકિટવ દ્વારા કરવામા આવેલ એક સર્વેમાં એ બાબત બહાર આવી છે મહામારી પહેલા પુરૂષો વધુ એકલતા અનુભવતા હતા. મહામારી પહેલા 22 ટકા પુરૂષોની તુલનામા માત્ર 18 ટકા મહિલાઓ એકલતા અનુભવતી હતી. પરંતુ મહામારી દરમ્યાન 55 ટકા પુરૂષોની તુલનામાં 61 ટકા મહિલાઓએ એકલતા અનુભવી હતી. મહિલાઓ પર ઘરના કામકાજ અને બાળકો સહિત વડીલોની સારસંભાળની વધારે જવાબદારી હોય છે.


Related News

Loading...
Advertisement