L.R.D. ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાયના મુદ્દે રજૂઆત; ગાંધીનગરમાં મોટાપાયે આંદોલન છેડાશે

06 June 2020 06:37 PM
Rajkot
  • L.R.D. ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાયના મુદ્દે રજૂઆત; ગાંધીનગરમાં મોટાપાયે આંદોલન છેડાશે

અગાઉ થયેલ આંદોલન બાદ ફરી બેરોજગાર અને LRD ઉમેદવારોનું સંગઠન હરકતમાં આવ્યું

રાજકોટ, તા. 6: રાજકોટ સહિત રાજ્યભરમાં એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારોને અન્યાયના મુદ્દે ફરી એકવાર ઉમેદવાર સંગઠન મેદાને આવ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરીએ એક આવેદન આપી ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉમેદવારોએ કરેલી રજૂઆત એવી છે કે કોરોનાની મહામારીના સમયમાં અમે ઉમેદવારોએ આપની સરકારનાં અલગ અલગ નેતાઓને વાતચીત કરવા માટેના લાખો મેઇલ, ટેસ્ટ મેસેજ અન હજારો ફોનકોલ્સ કર્યા પણ તેને પણ તમે ઇગ્નોર કર્યાં. ડીબેટ કરી છતા તમે ધ્યાન ન આપ્યું, અલગ અલગ પ્રિન્ટ મીડીયામાં અમારી માંગણી વિષે છાપવામાં આવ્યું છતાં તમે અમને વાતચીત કરવા કે સંતોષકારક જવાબ આપવાથી દૂર જ રાખ્યા. તેમ છતાં અમે ધીરજ રાખીને ગુજરાતનાં રાજ્યપાલ અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અમારી વાત પહોંચાડી અને જેના વિષયમાં બનાસકાંઠાના સુઇગામ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી ઉમેદવારો પર તપાસ પણ આવી હતી છતાં તમે ધ્યાન ન આપ્યું જેના પરથી જ સાબિત થાય છે કે ગુજરાતની બીજેપી સરકાર દ્વારા અમારી વાતને સદંતર નજરઅંદાજ કરવામા આવી રહી છે અને તેનો સાફ મતલબ છે કે આપના મનમાં ચીટીંગ છે અને જો તમે સાચા હોત તો તમારા દ્વારા અમારી વાત ખોટી છે તેમ સાબિત કરી દેવામાં આવ્યું હોત પણ હજી સુધી આપ અમારા મુદ્દાને દૂર રાખો છો તેના પરથી જ સાબિત થાય છે કે આપ ખોટા છો અને ઉમેદવારો સાચા.
અમે લોકોએ સરકારને એટલે સુધી તૈયારી બતાવી હતી કે જો સરકાર દ્વારા અમારી માંગણી ખોટી છે તેમ સાબિત કરવામાં આવે તો અમે અમારું આંદોલન સંપૂર્ણપણે બંધ કરી દેવા પણ તૈયાર છીએ પણ અમારી આટલી બધી માંગણીઓને ધ્યાનમાં ન લઇને તમારા દ્વારા જ સાબિત કરવામાં આવી રહ્યુ છે કે અમે સાચા જ છીએ. પણ હવે અમારી ધીરજ ખુટી રહી છે અને અમે હવે ઘણા બધા સમાજના આગેવાનોનો સાથ લઇને આ આવેદન મારફત તમને અમારા આગળના કાર્યક્રમની જાણ કરીએ છીએ. તા. 15-6-2020 સુધી આપના હકારાત્મક જવાબની આશા રાખીએ છીએ. અનેજો આપના તરફથી કોઇ જવાબ નહિ મળે તો અમે ઉમેદવારો હવે તા.15-6-2020 પછી ગાંધીનગરમાં ભેગા થઇને ખુબ મોટાપાયે જમીન પર ઉતરીને આંદોલનની શરુઆત કરવાના છીએ અને આ વખતે પાછા હટવાના પણ નથી.


Related News

Loading...
Advertisement