રૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા અને જમા કરાવવાનું સોમવારથી શરૂ : 30 જૂન અંતિમ મુદત

06 June 2020 06:36 PM
Rajkot
  • રૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા અને જમા કરાવવાનું સોમવારથી શરૂ : 30 જૂન અંતિમ મુદત

રૂડા કચેરી ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેંકની તમામ શાખા, કોર્પોરેશનના ત્રણ સિવિક સેન્ટરોમાં પણ વ્યવસ્થા

રાજકોટ તા.6
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWS 1, EWS 2, LIG તથા MIG કેટેગરીના જુદા જુદા 10 સ્થળોએ બાંધવામાં આવનાર કુલ - 3978 આવાસોની ફાળવણી માટે રૂડા કચેરી દ્વારા તા. 24-02-2020થી ફોર્મનું વિતરણ ICICI બેંક, HDFC બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ 49 શાખાઓ તથા કોર્પોરેશનના ત્રણ સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ - 53 સ્થળોએથી શરૂ કરવામાં આવેલ હતા. જેની ફોર્મ વિતરણ અને ડીપોઝીટ સાથે ફોર્મ પરત લેવાની કાર્યવાહી નોવેલ કોરોના મહામારીને પગલે તારીખ 23/03/2020 થી સ્થગિત કરવાની ફરજ પડેલ હતી.
કોવિડ-19 કોરોના વાઇરસની મહામારી અસરને કારણે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ કોઇ લાભાર્થી આવાસ યોજનાથી વંચીત રહી ન જાય અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી આ સ્થગિત કરેલ કામગીરી ફરીથી શરુ કરી રૂડા કચેરી દ્વારા ફોર્મ મેળવવા તથા ફોર્મ જમા કરાવવા અંગેની કામગીરી તા.08/06/2020 થી તા.30/06/2020 સુધી જાહેર કરવામાં આવે છે. આમ, ઉપરોક્ત બેંકોની જણાવેલ તમામ શાખાઓમાંથી, કૃષ્ણનગર RMC સિવિક સેન્ટર, કોઠારિયા રોડ RMC સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન RMC સિવિક સેન્ટર અને રૂડા કચેરીએથી તા.08/06/2020થી ફોર્મ મેળવી શકાશે અને ડીપોઝીટ સાથે ફોર્મ ભરી તમામ સેન્ટરો પર પરત કરવાની અંતિમ તા.30/06/2020 રહેશે. અગાઉ જેઓએ ફોર્મ પરત કરેલ છે તેઓએ પુન: ફોર્મ ભરવાની જરૂરિયાત રહેશે નહિ. ફોર્મ મેળવવા કે પરત કરવા દરમ્યાન બેન્ક શાખા પર અરજદાર સોશ્યલ ડીસ્ટ્ન્સીંગનું પુર્ણ પાલન કરે તથા માસ્ક પહેરીને જ પરીસરમાં પ્રવેશ કરે તેવી નમ્ર અપીલ છે. તથા કોરોના સંક્રમનને ધ્યાને લઇ વધુમાં વધુ લોકો ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com અથવા www.rajkotuda.co.in પરથી તા.30/06/2020 સાંજે 6:00 સુધી ફોર્મ ભરી શકાશે.


Related News

Loading...
Advertisement