લોકડાઉન ખૂલતા જ ફરી માર્ગો પર ઘોંઘાટ : વાયુ તથા હવા પ્રદુષણ આંક ફરી વધી ગયા

06 June 2020 06:32 PM
Rajkot
  • લોકડાઉન ખૂલતા જ ફરી માર્ગો પર ઘોંઘાટ :  વાયુ તથા હવા પ્રદુષણ આંક ફરી વધી ગયા

બે મહિના શુઘ્ધ હવા મેળવ્યા બાદ શહેરીજનો ફરી પ્રદુષણની ચૂંગાલમાં : ઔદ્યોગિક એકમોના ભૂંગળા શરૂ થતા તથા વાહનો દોડવા લાગતા ઘ્વનિ પ્રદુષણ 70 ડેસીબલને પાર

રાજકોટ તા.6
કોરોના વાયરસ મહામારીનાં સમય પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધતુ જતુ પ્રદુષણ મોટી સમસ્યા અને પડકારરૂપ છે. સ્માર્ટ સીટી ગ્રીન સીટીમાં વધતી જતી વસ્તી, વાહનો સાથે ટ્રાફિક સમસ્યાને લીધે વિવિધ ઝોનમાં પ્રદુષણ અટકાવવા એક મોટી સમસ્યા છે. લોકડાઉનમાં બે માસ સુધી પ્રદુષણમાં હવા શુઘ્ધ રહેવા સાથે ઘ્વની પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ લોકડાઉન ખુલતા જ ફરી પ્રદુષણના આંકમાં વધારો નોંધાયો છે.

રાજકોટ સીટીમાં પ્રદુષણ આવક ત્રણ સ્થળોએ થયેલી નોંધ મુજબ આજી ડેમ જીઆઇડીસી અમુલ ઇનડસ્ટ્રીઝ એરીયામાં ફેબ્રુઆરી માસમાં પીએમ 10-135 અને પીએમ 2.પ-4પ નોંધાયું અને લોકડાઉનમાં પીએમ 10-59 અને પીએમ 2.પ-15 રહ્યું હતું. આવી જ રીતે રેસકોર્ષ વિસ્તારમાં સરેરાશ 100 ઉપર રહેતા પીએમ 10-પ7 અને પીએમ 2.5-12 નોંધાયું હતું. કાલાવડ રોડ પર 49 અને 13ની માત્રા રહી હતી.

મ્યુ.કોર્પોરેશનના પ્રદુષણ અંગેની થતી નોંધમાં પણ માર્ચ માસની આખરથી મે માસના અંત સુધીમાં આજીડેમ, અટીકા, દેવપરા, ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પિટલ ચોક, જિલ્લા પંચાયત, કોઠારીયા, માધાપર, મહિલા કોલેજ, નાનામવા, પ્રદ્યુમન પાર્ક, રેસકોર્ષ, સોરઠીયાવાડી વિ. વિસ્તારોમાં એપ્રિલના અંતિમ દિને ઘ્વનિ પ્રદુષણમાં ઘટાડો થયો હતો. સાથે હવામાં નાઇટ્રોજન, કાર્બન ડાયોકસાઇડની માત્રામાં પણ ફેરફારો નોંધાયા હતા. લોકડાઉન ખુલતા જ ફરી પાછા ફેરફારો નોંધાયા છે.

પ્રદુષણ ફરી ફેબ્રુઆરી માસની સ્થિતિ નજીક જઇ રહ્યું છે. લોકડાઉનના દિવસોમાં ઉદ્યોગો, નાની મોટી ઇન્ડસ્ટ્રીઝો, વાહનોના ધૂમાડાનું પ્રમાણ ઘટતા સલ્ફર ડાયોકસાઇડ સહિતના ઝેરી તત્વોનું પ્રમાણ ઘટી ગયું હતું. લોકડાઉન ખુલતા જ ફરી સલ્ફર ડાયોકસાઇડ સહિતના ઝેરી તત્વોનું પ્રમાણ વધી રહ્યું છે. સાથો સાથ વાહનોના ઘોંઘાટથી અવાજની માત્ર 60 થી 70 ડેસીબલને પાર પહોંચી છે.

લોકડાઉનના સમય માર્ચના અંતિમ સપ્તાહથી એપ્રિલ માસના અંતિમ સુધી પ્રદુષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. નાઇટ્રોજનની માત્રા 11 થી 13 અને કાર્બન ડાયોકસાઇડ 9 થી 11 વચ્ચે રહી હતી. લોકડાઉન પહેલા ફેબ્રુઆરી-માર્ચ માસમાં નાઇટ્રોજનનું પ્રમાણ 23 થી 24 અને કાર્બન ડાયોકસાઇડ 19 થી 20 હતી. હાલ અનલોક-1માં પ્રદુષણ વધી રહ્યું છે સાથે ઘ્વનિ પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે.

લોકડાઉન બાદ હાલ અનલોકની પરિસ્થિતિમાં પ્રદુષણ સાથે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. પ્રદુષણનો આંક મોટા ભાગના ચોકમાં 10પ પર પહોંચી ગયો છે. સાથે તાપમાન પણ 41 ડિગ્રીને પાર છે. હાલ વાવાઝોડાની અસર અને વાદળછાંયા વાતાવરણમાં ચાલુ સપ્તાહમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો નોંધાયો છે. છતાં હજુ અસહ્ય બફારા સાથે ગરમીનું પ્રમાણ જનતાને અકળાવી રહ્યું છે.

હાલ વધતા જતા પ્રદુષણ અને ઘ્વની પ્રદુષણ સામે જનતાએ જાગૃત થવાની જરૂર છે. પર્યાવરણની જાળવણી સાથે વૃક્ષારોપણ અને બીન જરૂરી વાહનોનો વપરાશ ટાળીએ તો આપણે શુઘ્ધ પર્યાવરણ જાળવી શકીશું.


Related News

Loading...
Advertisement