સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો

06 June 2020 06:26 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો
  • સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો રાજકોટમાં મુકામ : ‘નીલસિટી’ ફરી રાજકીય અડ્ડો

બાજી હાથમાંથી સરકી ગયા બાદ કોંગ્રેસનું હવે ડેમેજ કંટ્રોલ : સૌરાષ્ટ્રની જેમ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યોને ચાર ઝોનમાં મુક્યા : અલગ-અલગ કેમ્પ : જરૂર પડ્યે રાજસ્થાન પણ ખસેડાશે : પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, લલિત કગથરા, લલિત વસોયા, જાવિદ પીરઝાદા રાત્રે જ પહોંચી ગયા : વિક્રમ માડમ, ભગા બારડ સહિતના ધારાસભ્યો પણ સવારથી પહોંચ્યાં

રાજકોટ,તા. 6
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને તેની સાથે જ ફરી એક વખત શરુ થયેલી રાજકીય તોડફોડમાં છેલ્લા 48 કલાકમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવી જતાં હવે ભાજપ માટે રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવાનું સરળ બની ગયું છે પણ કોંગ્રેસને તોડવાની રણનીતિ આગળ ધપાવીને ભાજપ હજુ પણ આગામી દિવસોમાં કોંગ્રેસનાં ચારથી પાંચ ધારાસભ્યોને નિશાન બનાવે તેવી શક્યતા હોવાથી કોંગ્રેસે સાવધ થઇને તેના ધારાસભ્યોને હવે એક જ જગ્યાએ એકત્ર કરવાને બદલે નવી રણનીતિ હેઠળ ઝોનવાઈઝ ધારાસભ્યોને વહેચી દેવાનો નિર્ણય લીધો છે અને તેના ભાગરુપે ગઇકાલે રાજકોટના પૂર્વ કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિલસિટી ક્લબમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્યો એકત્ર થવા લાગ્યા છે અને રાત્રિના વિપક્ષના નેતા તથા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના અગ્રણીઓ પણ નિલસિટી પહોંચી ગયા છે. કોંગ્રેસ પક્ષે તેના ધારાસભ્યોને સાચવવાની એકંદરે જવાબદારી સિધ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોરને સોંપી છે અને તેઓએ ચાર ઝોન મુજબ તેના 65 ધારાસભ્યોને અકબંધ રાખવા હવે રણનીતિ ઘડી છે. અને તે મુજબ ધારાસભ્યોને રાજ્ય અને રાજ્ય બહાર ખસેડાશે અને તા. 26નાં રોજ સીધા મતદાન સમયે જ ગાંધીનગરમાં એકત્ર કરાશે તેવા સંકેત છે. કોંગ્રેસ માટે હવે રાજ્યસભાની સીટ બચાવવા કરતાં ધારાસભ્યોને બચાવવા મહત્વનું બની ગયું છે અને હવે તે આ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યું છે. ભાજપે તો તેની ત્રણ બેઠકો માટે મત સિક્યોર કરી લીધા છે.
કોંગ્રેસ પાસે હાલના 65 અને 1 અપક્ષ જીજ્ઞેશ મેવાણીનાં મતથી બે બેઠકો જીતી શકાય તેમ નથી. વધુ ચાર મત કોંગ્રેસને જરુરી છે. વિધાનસભામાં હાલ કુલ 8 બેઠકો ધારાસભ્યોના રાજીનામાના કારણે અને બે બેઠકો કોર્ટ વિવાદના કારણે ખાલી છે. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે ફક્ત કોંગ્રેસને દોડતી રાખવા માટે જ તેના વધુ ધારાસભ્યોને ખેડવવાની શક્યતા તપાસવા નેતાઓને જણાવ્યું છે. ગુજરાત કોંગ્રેસ હવે રહી-રહીને એકશનમાં આવી હોય તેવા સંકેત તૈયાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં પ્રવાહી સ્થિતિ હોવા છતાં અને તેના ધારાસભ્યો ભાજપના સોફટ ટાર્ગેટ છે તેવી નિશ્ર્ચિત સ્થિતિ છતાં પક્ષે પોતાના ધારાસભ્યોને યોગ્ય રીતે સાચવવાની ચિંતા કરી નહીં અને તેના કારણે વધુ ત્રણ ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે પરંતુ હવે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ એકશનમાં આવ્યા છે અને ઝોનવાઈઝ ધારાસભ્યોને અલગ અલગ સ્થળે પહોંચાડી રહ્યા છે. ઉતર ગુજરાતના ધારાસભ્યોને બપોર સુધીમાં અંબાજી પહોંચવાનું છે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો માટે ભરતસિંહ સોલંકીને જવાબદારી સોંપાઇ છે.
જો કે આ રીતે ધારાસભ્યોને અલગ કરવા છતાં કેવી રીતે તેમને બચાવી શકાશે તે પણ એક પ્રશ્ન છે.

નિલસીટીમાં સૌરાષ્ટ્રના તમામ 18 ધારાસભ્યો બપોર સુધીમાં પહોંચી જશે
ગુજરાત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા અને ભાજપને મદદ કરવાની ખાતરી આપી દીધી છે તેનાથી એક તરફ ભાજપનું પક્ષાંતરનું માઈક્રો મેનેજમેન્ટ કેવું કામ કરે છે તે નિશ્ર્ચિત કરે છે તો કોંગ્રેસનાં નેતાઓને વધુ એક વખત ઉંઘતા ઝડપવામાં ભાજપ સફળ રહ્યો છે તે નિશ્ર્ચિત છે. સુત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસ પક્ષ હવે જે ઓપરેશન કરે છે તેનો કોઇ અર્થ નથી. ભાજપે જેઓને ભાજપ સાથે જવાનું છે તેઓ તા. 26 સુધીમાં જઇ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યો નિલસીટીમાં રોકાશે. હાલ લલીત વસોયા, લલીત કગથરા ઉપરાંત વાંકાનેરના ધારાસભ્ય પીરઝાદા, કચ્છ રાપરના ધારાસભ્ય બચુભાઈ નિલસીટી પહોંચી ગયા છે. પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા પણ છે અને સૌથી મહત્વનું એ છે કે પૂર્વ પાસ નેતા અને કોંગ્રેસના અગ્રણી હાર્દિક પટેલ રાજકોટ પહોંચી રહ્યા છે અને તેઓ સીધા નિલસીટી ખાતે જશે.


Related News

Loading...
Advertisement