રાજકોટના ભાડલા, ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં જુગાર રમતા 27 શખ્સો ઝબ્બે

06 June 2020 06:24 PM
Rajkot Crime
  • રાજકોટના ભાડલા, ઉપલેટા, ધોરાજી અને જેતપુરમાં જુગાર રમતા 27 શખ્સો ઝબ્બે

પોલીસે તમામ શખ્સો પાસેથી રૂા.73 હજારનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા.6
પોલીસે રાજકોટ જિલ્લાના ભાડલા, ઉપલેટા, ધોરાજી અને જેતપુર ખાતે બાતમીના આધારે દરોડા પાડી કુલ 27 શખ્સોને 73 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડી તમામની આકરી પુછપરછ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભાડલાના મદાવા ગામે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હેમંત પરસોતમ, હમીર સગરામભાઇ રાજપરા, જનક કનુભાઇ રાજપરા, હરજી રૂપાભાઇ રાજપરા, કાળુભાઇ શીવાભાઇ બેરાણી, અમૃત વસંત સરવૈયા અને અશ્ર્વિન માવજી કોળીને કોવીડના રોગચાળા વચ્ચે રૂા.27 હજારની રોકડ કબ્જે કરી હતી.
આવી જ રીતે ઉપલેટાના પંચહાટડી ચોક પાસે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની માહિતીના આધારે ઓચિંતો છાપો મારી અવેશ મેમણ, બોદુ ઉર્ફે મોસીનને જાહેરમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.
આ ઉપરાંત ઉપલેટામાં સ્મશાન રોડ પર રસુલપરામાં પંજાબી હોલ નજીક જાહેરમાં જુગટુ ખેલાતું હોવાની પોલીસને માહિતી મળતાં પોલીસે દરોડો પાડતા સલીમ ઉર્ફે ટોપી કરીમભાઇ પીંજારા, રજાક લતીફભાઇ મેમણ, મુસ્તાક ભટ્ટી, સલીમમીંયા અને હુસેન ઉર્ફે ભાંડાનો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી કુલ રૂા.7750નું રોકડ રકમ સાથે પકડી પાડયા હતા. આ ઉપરાંત જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ગેબી સરકાર લખેલ મકાનમાં જુગારની કલબ ચાલતી હોવાનું પોલીસને માહિતી મળતાં પોલીસે મકસુદ રજાક ચૌહાણ, હેમંત ટીનાભાઇ ગોહેલ, અજય ધીરૂભાઇ ડાભી, જગદીશ છગનભાઇ મકવાણા, પ્રવિણ ગોબરભાઇ જાદવ અને ઇરફાન રફીક મોરને તીનપતીનો જુગાર રમતાં રંગે હાથ પકડી પાડયા હતા. મકસુદ રજાક ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરમાં જુગારનો અખાડો ચલાવતો હતો. પોલીસે ઉપરોકત તમામ શખ્સો પાસેથી રૂા.12,370નો મુદામાલ કબ્જે કર્યો હતો.


Related News

Loading...
Advertisement