નાણાવટી ચોક પાસે થયેલી મુમતાઝબેનની હત્યામાં મહિલા સહિત વધુ પાંચ ઝડપાયા

06 June 2020 06:23 PM
Rajkot Crime
  • નાણાવટી ચોક પાસે થયેલી મુમતાઝબેનની હત્યામાં મહિલા સહિત વધુ પાંચ ઝડપાયા

હત્યા અને રાયોટિંગના બનાવમાં ગઈકાલે ઝડપાયેલા પિતા પુત્રના બે દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા

રાજકોટ તા.6
શહેરના નાણાવટી ચોકની આવાસ યોજનામાં થયેલી મારામારીનો બનાવમાં મહિલાએ સારવારમાં દમ તોડી દીધો હતો અને આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે આરોપી પિતા પુત્ર ની ધરપકડ કરી હતી ત્યારબાદ આજરોજ વધુ પાંચની ધરપકડ કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,નાણાવટી ચોકની આરએમસી આવાસ યોજનામાં રહેતા મુમતાઝબેન હનીફભાઈ જુણેજા સંધી ઉ.વ.37 અને તેમના દેરાણી શબાનાબેન ફીરોઝભાઈ દલને તા.1-6 ના રોજ સદામ હુસેન, હૂસેન ઉર્ફે ઢીંગી, જીન્નતબેન અને નાઝનીનબેને કુકરના ઢાંકણા પથ્થર અને છરી વડે હુમલો કરતા બન્ને ગંભીર રીતે ઘવાયા હતા.તેઓને અત્રેની સિવીલમાં ખસેડાયા હતા.ત્યારબાદ યુનિ.પોલીસ મથકના સ્ટાફે મુમતાઝબેનની ફરીયાદ પરથી જીન્નતબેન, હુસેનભાઈ, નાઝનીનબેન અને સદામ વિરૂદ્ધ 323,324,504,114 અને જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.ત્યારબાદ મુમતાઝબેનનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો અનેઆ બનાવમાં મારામારી નો વિડિઓ વાયરલ થતા પોલીસે આરોપીઓ સામે 302,147,148,149 ની કલમનો ઉમેરો કરી કાર્યવાહી આદરી હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.એસ.ઠાકર,પીએસઆઇ એમ.વી.રબારી,ગિરિરાજસિંહ જાડેજા,હરપાલસિંહ જાડેજા અને રાજુભાઇ મિયાત્રા સહિતના સ્ટાફે ગઈકાલે આરોપી હુસેન ઉર્ફે ઢીંગી કાસમ મંગડીયા(ઉ.વ.57) અને સદ્દામ હુસેન મંગડીયા(ઉ.વ.21)(નાણાવટી ચોક,આર.એમસી.આવાસ યોજના ક્વાર્ટર,બ્લોક નં.1,ક્વાર્ટર નંબર 137)ની ધરપકડ કરી હતી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંને ના તા.08/06 સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારબાદ હત્યામાં સંડોવાયેલા જીન્નતબેન હુસેનભાઈ મંગડીયા,નાઝમીનબેન હુસેનભાઈ,ફિઝાબેન હુસેનભાઈ,જ્યેન્દ્ર ઉર્ફે જીગો દિલીપ ભટ્ટી અને મિલન કિરીટ ડાભી ની ધરપકડ કરવામાં આવી છે તમામનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement