ખેડૂતોની માફક હવે એસસી-એસટી કુટુંબોના બેંક ખાતામાં પણ રોકડ જમા થશે

06 June 2020 06:09 PM
India
  • ખેડૂતોની માફક હવે એસસી-એસટી કુટુંબોના બેંક ખાતામાં પણ રોકડ જમા થશે

સરકાર ગરીબ એસસી-એસટી પરિવારો માટે કેશ બેનીફીટ ટ્રાન્સફર યોજનાની વિચારણા કરતી હોવાનો સંકેત : લાખો કુટુંબોને માસિક અથવા ત્રિમાસિક સ્તરે ચોક્કસ રોકડ રકમ મળશે

નવી દિલ્હી,તા. 6
દેશમાં આર્થિક મંદી અને કોરોના લોકડાઉન સહિતની સ્થિતિને કારણે જે રીતે વેપાર-રોજગારની સ્થિતિ ખરાબ થઇ છે તેના માટે સરકારે અલગ-અલગ પેકેજ આપ્યા છે પરંતુ હવે પ્રથમ વખત દેશમાં શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાયબ એટલે કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના પરિવારો માટે પ્રધાનમંત્રી કિસાન યોજનાની માફક જ સીધી કેશ ટ્રાન્સફર યોજનાની તૈયારી છે.

સરકાર દ્વારા હાલમાં જ અન્ય તમામ યોજનાઓ પર બ્રેક મારી દેવામાં આવી છે અને તે સમયે એ બહાર આવ્યું હતું કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાયબના કલ્યાણ માટે જે ભંડોળ ફાળવાયું છે તે વર્તમાન સ્થિતિમાં યોજનાઓ અમલમાં મૂકી ન શકાતા તે હજુ વણવપરાયેલુ પડ્યું છે અને આ ભંડોળનો ઉપયોગ હવે એસટી-એસસી ફેમીલીને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી યોજનાથી કરવાની તૈયારી છે. જેના માટે ડેવલેપમેન્ટ એકશન પ્લાન ફોર એસસી-એસટી તૈયાર કરી લેવામાં આવ્યો છે.

દેશમાં અલગ અલગ 41 મંત્રાલયો પાસે આ વર્ગ માટેનું બજેટ છે. જે કુલ બજેટના 2.2 ટકા જેવી રકમ થાય છે. હાલમાં નીતિ આયોગમાં આ અંગે એક બેઠક મળી હતી અને તેમાં લોકડાઉન સહિતની સ્થિતિને કારણે એસસી-એસટીને કારણે જે આર્થિક ફટકો પડ્યો છે તેના હવે કોઇ માસિક કે ત્રિમાસિક કેશ ટ્રાન્સફર યોજના અમલમાં મુકાય અને તેમના ખાતામાં પણ ખેડૂતોની જેમ નિયમિત રીતે ચોક્કસ રકમ પહોંચશે તે માટેની એક સ્કીમ તૈયાર થઇ રહી છે. સરકારના ગરીબી હટાવ ભંડોળ અને કુપોષણ માટેના ભંડોળને પણ આ તરફ ડાયવર્ટ કરી દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર ધીમે-ધીમે યુનિવર્સલ બેનીફીટ સિધ્ધાંત પર જઇ રહી છે. જો કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે 2011ની વસ્તી ગણતરી બાદના કોઇ ડેટા નથી કે જેના આધારે જરુરિયાતમંદ પરિવારોને ઓળખી શકાય છે અને તેને કેમ પાર પાડવું તે એક સૌથી મોટો પડકાર હશે.


Related News

Loading...
Advertisement