સ્ટેન્ડઅપ ટ્રમ્પ : કેનેડાના વડાપ્રધાન પણ વિરોધમાં જોડાયા

06 June 2020 06:07 PM
World
  • સ્ટેન્ડઅપ ટ્રમ્પ : કેનેડાના વડાપ્રધાન પણ વિરોધમાં જોડાયા

અમેરિકામાં જે રીતે બ્લેક પીપલ તેમના પર થતા અત્યાચાર અંગે રોડ પર આવી ગયા છે અને અમેરિકામાં હિંસક સહિતના દેખાવો થઇ રહ્યા છે તે સમયે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડુનએ પણ ગઇકાલે કેનેડાની સંસદભવનનાં પ્રાંગણમાં કાળો માસ્ક પહેરીને દેખાવોમાં સામેલ થયા હતા. બોડીગાર્ડથી ઘેરાયેલા વડાપ્રધાનએ નો જસ્ટીસ મીન નો પીસની રેલીમાં પણ ભાગ લીધો હતો અને આ રીતે તેઓએ અમેરિકાની રંગભેદી સ્થિતિનો વિરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી તેઓ અમેરિકા મુદ્દે મૌન હતા તેની ટીકા થઇ રહી છે. કેનેડામાં એવું માનવામાં આવતું હતું કે દેશ તેની 75 ટકા જરુરિયાત માટે અમેરિકા પર આધારિત છે ત્યારે ટ્રમ્પને છંછેડવાનું સાહસ કરશે નહીં.


Related News

Loading...
Advertisement