આકાશમાં કોઇ તમારી જાહેરાત નહીં જોવે : ટ્રમ્પ ટીમે એડ. પાછી ખેંચી લેવી પડી

06 June 2020 06:07 PM
India
  • આકાશમાં કોઇ તમારી જાહેરાત નહીં જોવે : ટ્રમ્પ ટીમે એડ. પાછી ખેંચી લેવી પડી

ભારતમાં જેમ લોકસભા ચૂંટણી સમયે સર્જિકલ સ્ટ્રાઈકને ચગાવવામાં આવી હતી અને દેશભક્તિનો માહોલ સર્જાવાની કોશિષ થઇ હતી તેવું જ હવે અમેરિકામાં બની રહ્યું છે. વર્ષના અંતે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં પ્રમુખ ટ્રમ્પ માટે ચૂંટાવું દિવસે દિવસે અઘરુ બની રહ્યું છે તે સમયે ટ્રમ્પના જૂના સ્લોગન મેઇક અમેરિકા, ગ્રેટ અગેઇનના ભાગરુપે હાલમાં જ જે રીતે સ્પેસ એક્સ પ્રોજેક્ટ સફળ થયો તેને ધ્યાનમાં લઇને ટ્રમ્પની એડ. ટીમે મેેઇક સ્પેસ ગ્રેટ અગેઇનના સુત્ર સાથે એપોલો-11ની સિધ્ધિ અને સ્પેસએક્સની સિધ્ધિને સાથે જોડીને ટ્રમ્પના ગુણગાન ગાતી એડ. તૈયાર કરી હતી પણ અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ તે પાછી ખેંચી લેવા ફરજ પાડી છે. નાસાના કોઇપણ અવકાશ કાર્યક્રમની તસવીરો કે વીડિયોનો કોમર્શિયલ ઉપયોગ થઇ શકતો નથી અને પછી તે દેશના રાષ્ટ્રપતિ હોય તો ય અમેરિકામાં તેવી ચિંતા થતી નથી.


Related News

Loading...
Advertisement