એશિયાટીક સિંહોનુ ‘અવલોકન’ કેવી રીતે થાય છે?

06 June 2020 05:54 PM
Ahmedabad Gujarat
  • એશિયાટીક સિંહોનુ ‘અવલોકન’ કેવી રીતે થાય છે?

મારણના બીજા દિવસે સિંહો આ જ જગ્યાએ ફરી દેખાતા હોય છે: 30,000 ચોરસ કિ.મી. વિસ્તારમાં ચાલતી વસ્તી ગણતરી

અમદાવાદ તા.6
એશિયાટીક સિંહોના બે દિવસીય ‘પૂનમ અવલોકન’ની શુક્રવારે શરૂઆત કરવામા આવી હતી. જો કે આ કામગીરી માટે આ અવલોકન સાથે સંકળાયેલા ગાર્ડ દ્વારા બુધવારથી જ પ્રયત્નો શરૂ કરી દેવાયા હતા.

એક સીનીયર વન અધિકારીના જણાવ્યા મુજબ સિંહોની ચોકકસ માહિતી મેળવવા માટે બે દિવસ દરમ્યાન થયેલા મારણની વિગતો એકત્ર કરવામા આવી છે અને ગામડાના સરપંચ સહિતનાને તેમના ગામ આસપાસ જોવા મળતા સિંહો પર નજર રાખવાનુ જણાવવામા આવ્યુછે.

વન વિભાગ દ્વારા માસિક સિંહોની ગણતરી પ્રથમ વખત જાહેર કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ગામવાસીઓ, સરપંચ અને તેમના સુત્રો સાથે ચર્ચા વિચારણા બાદ સિંહોની ગણતરીની વિગત જાહેર કરવામા આવે છે પરંતુ આ વખતે સિંહો અને તેમના દ્વારા કરવામા આવેલા મારણના ચોકકસ વિસ્તાર સાથે તેના અક્ષાંસ અને રેખાશંની માહિતી ફોટો લેવાની સાથે રેકોર્ડ કરવાનુ ફરજીયાત બનાવવામા આવ્યુ છે જેને લીધે કામગીરી અત્યંત લાંબી બશે તેવુ એક ગાર્ડે જણાવ્યુ હતુ.

વન અધિકારીના જણાવ્યા મુજબ સિંહોની ગણતરીમાં 30,000 ચોરસ કિ.મી.નો વિસ્તાર આવરી લેવાશે. જો કે સિંહોના પગલા અત્યાર સુધીમાં વધુમા વધુ જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના 1200 ગામડાઓમાં જ જોવા મળ્યા છે. આ ગામડાઓમાં દર 3 થી 4 દિવસે સિંહો જોવા મળે છે.

‘મે ગુરૂવારે મારણ અંગેની નોંધ તૈયાર કરી છે અને ગામડાના સરપંચને આ અંગે નજર રાખવાનુ જણાવવામા આવ્યુ છે. મારણની જગ્યાએ સિંહો બીજા દિવસે પરત ફરતા હોય છે. સામાન્ય રીતે ગામવાસીઓ મારણનો વિસ્તારમાંથી જ નહીં પણ ગામમાંથી પણ બહાર નિકાલ કરી દેતા હોય છે.

પરંતુ શુક્રવારે ગામવાસીઓ અને સરપંચને મારણ તેની જગ્યા પરથી ન હટાવવા માટેની સુચના આપવામા આવી છે. 6 ગામડાઓમાં સિંહો દ્વારા કરવામા આવેલા મારણ મળી આવ્યા છે. જેથી સિંહોના ટોળાના સરળતાથી ફોટા મળી શકશે’ તેવુ જસાધર ડીવીઝનના એક ગાર્ડે જણાવ્યુ હતુ.


Related News

Loading...
Advertisement