રાજયસભાની ચૂંટણી વખતે જ ભાજપ કેમ ધારાસભ્યો તોડે છે? સતાનો જ ખેલ: પરેશ ધાનાણીનો ખુલ્લો આરોપ

06 June 2020 05:39 PM
Rajkot Gujarat Politics
  • રાજયસભાની ચૂંટણી વખતે જ ભાજપ કેમ ધારાસભ્યો તોડે છે? સતાનો જ ખેલ: પરેશ ધાનાણીનો ખુલ્લો આરોપ

પહેલા ‘કોરોના’ સામે લડતા હતા: હવે ‘તોડોના’ સામે લડત માંડશુ

રાજકોટ તા.6
તાજેતરમાં કોંગ્રેસનાં કેટલાંક ધારાસભ્યોએ કોંગ્રેસને બાયબાય કરીને ભાજપ્નો કેસરીયો ધારણ કરતાં તેના પ્રદેશ કોંગ્રેસમાં તીવ્ર પડઘા પડી રહ્યા છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, ભાજપે રાજયસભાની ચૂંટણીનુ 'અંક ગણીત' બેસાડવા તોડવાનું કામ શરૂ કર્યું છે. જયારે જયારે ભાજપ 'અંક ગણીત'માં ઉણું ઉતરે ત્યારે ભાજપ લોકોના મેન્ડેટને અનાદાર કરવાનું લોકશાહીનું ચીરહરણ કરવા લાગે છે.

ધાનાણીએ એવો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે કોરોના વૈશ્ચિક બિમારીને લઈને અમે સરકારના સૂચનો સ્વીકાર્યા હતા. કયાંય રાશન નહોતું મળતુ તો અમે લોકો માટે વ્યવસ્થા કરી અમે પોલીસનાં ડંડા પણ ખાધા પણ ભાજપે વિપક્ષના ધારાસભ્યોને તોડવાનું કામ કર્યુ.વિધાનસભા સત્ર ચાલુ હતું. ત્યારે કોરોના મહામારીને લઈને અમે વિધાનસભા સત્રની મોકૂફીની દરખાસ્ત કરેલી પણ તે નકારી કાઢવામાં આવી હતી.

ધાનાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે કોરોના સામે લડતા હતા હવે 'તોડોના'સામે લડશું. કોંગ્રેસના બધા ધારાસભ્યો હવે વીજબીલ-વેરાબીલ માફી, શાળાઓની ફી માફી, ખેતી લોન વગર વ્યાજે રીન્યુ સહીતનાં મુદ્દે આવનારા દિવસોમાં આંદોલન ચલાવશુ.

ધાનાણીએ એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે રાજયસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવારો ભરતસિંહ અને શકિતસિંહ જીતશે. એક ધારાસભ્ય કેટલા રૂપિયામાં વેચાય તેવા કોરોના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ વિપક્ષ નેતા નહોતા આપી શકયા.


Related News

Loading...
Advertisement