બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકા પૂણેમાં કોરોના વેકસીનનું ઉત્પાદન કરશે: 1 અબજ ડોઝ તૈયાર થશે

06 June 2020 05:36 PM
India
  • બ્રિટનની દવા કંપની એસ્ટ્રાજેનેકા પૂણેમાં કોરોના વેકસીનનું ઉત્પાદન કરશે: 1 અબજ ડોઝ તૈયાર થશે

જયાં સુધી ડબલ્યુએચઓ મહામારી ખતમ થવાની જાહેરાત ન કરે ત્યાં સુધી લાભ ન કમાવાની કંપનીની જાહેરાત: વિશ્ર્વના અનેક દેશોમાં વેકસીનનું નિર્માણ શરૂ

પુણે તા.6
ઓકસફોર્ડની કોરોના વેકસીનનું ભારતમાં પૂણેમાં ઉત્પાદન શરૂ કરવામાં આવી રહ્યું છે અને એક અબજ ડોઝ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે બ્રિટીશ ફાર્માસ્યુટીકલ કંપની આસ્ટ્રાજેનેકાએ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ સાથે મળીને કોરોના વેકસીન નિર્માણ શરૂ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું છે કે બ્રિટન, સ્વીટઝર્લેન્ડ, નોર્વેની સાથે સાથે ભારતમાં પણ વેકસીનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીએ એઝેડડીઆઈ 1222 નામની કોરોનાની વેકસીન તૈયાર કરી છે. પ્રારંભીક ટ્રાયલમાં વેકસીનનું પરિણામ સારું રહ્યું છે.

એસ્ટ્રોજેનેકાના સીઈઓ પેસ્કલ સોરિએટે જણાવ્યું હતું કે રિઝલ્ટ આવતાની સાથે પાસે વેકસીન તૈયાર હશે. જો કે તેમાં રિસ્ક પણ છે કે વેકસીન કામ નથી કરતી તો તે બેકાર થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કંપની વેકસીનના નિર્માણથી ત્યાં સુધી લાભ નહીં કમાય જયાં સુધી ડબલ્યુએચઓ મહામારી ખતમ થવાની જાહેરાત ન કરે. વર્ષ 2021 સુધીના મધ્ય સુધીમાં 2 અબજ ડોઝ તૈયાર થઈ જશે.

બ્રિટીશ કંપનીનું કહેવું છે કે સપ્ટેમ્બર સુધીમાં વિશ્ર્વભરની ફેકટરીમાં વેકસીનના લાખો ડોઝ તૈયાર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં એઝેડડી 1222 વેકસીનનું પરીક્ષણ 18થી5 વર્ષના 160 સ્વસ્થ લોકો પર કરવામાં આવ્યું હતું. હજુ કુલ 10260 લોકો પર પરીક્ષણ કરવાનું થવાનું છે.
કંપની પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ સાથે મળીને 1 અબજ વેકસીન તૈયાર કરીને ભારત સહિત ઓછી આવકવાળા દેશોમાં સપ્લાય કરશે.


Related News

Loading...
Advertisement