ભરૂચ બાદ સુરતની પેપર મીલમાં બ્લાસ્ટ થતાં 5 કર્મચારીઓ દાઝયા

06 June 2020 05:33 PM
Surat
  • ભરૂચ બાદ સુરતની પેપર મીલમાં બ્લાસ્ટ થતાં 5 કર્મચારીઓ દાઝયા

સુરત તા.6
તાજેતરમાં ભરૂચની એક કેમીકલ કંપ્નીમાં થયેલા બ્લાસ્ટમાં 8 કામદારોનાં મોતની ઘટના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરતનાં ઓલપાડમાં બરબાંધન ગામની પેપર મીલમાં બ્લાસ્ટ થતા 4 થી 5 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જોકે મીલના ઈજાગ્રસ્ત કામદારોને સારવારના અભાવે 1 કલાક સુધી મિલના ઈજાગ્રસ્ત કામદારો સારવારનાં અભાવે 1 કલાક સુધી પડી રહ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો સ્થાનિકોએ કર્યો હતો.


Loading...
Advertisement