એક રૂપિયો પણ લીધો નથી, સાબીત કરી બતાવે તો ફાંસીના માંચડે ચડવા તૈયાર: બ્રિજેશ મેરજા

06 June 2020 05:29 PM
Rajkot Gujarat Politics
  • એક રૂપિયો પણ લીધો નથી, સાબીત કરી બતાવે તો ફાંસીના માંચડે ચડવા તૈયાર: બ્રિજેશ મેરજા

રાજીનામુ આપ્યાના બીજા દિવસે મોરબીના ધારાસભ્ય જાહેરમાં આવ્યા: ભાજપમાંથી હજુ કોઈએ સંપર્ક કર્યો નથી: પ્રજા હાઈકમાંડ- તે કહેશે તેમ કરીશ: ગમે તેવા આક્ષેપ કરનારાને લાલબતી

રાજકોટ તા.6
રાજયસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાંથી તથા ધારાસભ્યપદેથી રાજીનામુ આપીને રાજકીય ભૂકંપ સર્જનાર મોરબી-માળીયાના પુર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ એવુ જાહેર કર્યુ છે કે એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. કોઈ સાબીત કરી બતાવે તો જાહેરમાં ફાંસીના માંચડે ચડવા તૈયાર છું. બાકી જનતા જ મારી હાઈકમાંડ છે અને તે કહેશે તેમ ભવિષ્યમાં કરીશ.

રાજીનામુ આવ્યા બાદ આજે પ્રથમ વખત જાહેરમાં મીડીયા સમક્ષ આવેલા બ્રિજેશ મેરજાએ કહ્યું કે કોંગ્રેસ સાથે છેડો ફાડયો એટલે પાર્ટી નેતાઓ મેણાટોણા મારે છે અને જુદા-જુદા આક્ષેપો કરે છે. પરંતુ તેમાં મર્યાદા રાખવી જોઈએ. ગમે તેવા આક્ષેપો કરતા પુર્વે આ નેતાઓએ પોતાના ઘર સંભાળવાની જરૂર છે. કોઈપણની કારકિર્દીને દાગ લગાવવાનો કે બદનામ કરવાનો કોઈને અધિકાર નથી.

તેઓએ કહ્યું કે ધારાસભ્યપદ પ્રજાના પ્રેમ અને મતથી મળ્યુ છે. અત્યાર સુધી કોંગ્રેસ માટે સંપૂર્ણ નૈતિકતા અને પ્રમાણીકતાથી કામ કર્યુ છે. પ્રજાની વધુ સારી સેવા કરી શકુ તે માટે જ કોંગ્રેસ છોહી છે. પ્રજા જ મારી હાઈકમાંડ છે અને તે કહેશે તેમ કરીશ અને તેના આધારે નવી કારકિર્દી આગળ ધપાવીશ.

ભાજપમાં સામેલ થવાના છો કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ભાજપ તરફથી હજુ કોઈએ સંપર્ક કર્યો નથી છતાં પોતે ગમે તેની સાથે દુધમાં સાકર મળે તેમ ભળી જાય છે. તેઓએ એવો પડકાર ફેકયો હતો કે પોતે એક રૂપિયો પણ લીધો નથી છતાં કોઈ સાબીત કરી બતાવે તો જાહેરમાં ફાંસીને માચડે લટકવાની તૈયારી છે.


Related News

Loading...
Advertisement