કોંગ્રેસે જવાબદારી સોપી એટલે વ્યવસ્થા કરી દીધી છે, બાકી પાર્ટીમાં સક્રીય નથી; ઈન્દ્રનીલ

06 June 2020 05:24 PM
Rajkot Gujarat Politics
  • કોંગ્રેસે જવાબદારી સોપી એટલે વ્યવસ્થા કરી દીધી છે, બાકી પાર્ટીમાં સક્રીય નથી; ઈન્દ્રનીલ

‘હવે એવું નકકી કર્યુ છે કે આગોતરૂ કાંઈ નકકી ન કરવું

રાજકોટ તા.6
રાજયસભાની ચૂંટણી પુર્વે ધારાસભ્યોને જુદા-જુદા કેમ્પમાં રાખવાનો કોંગ્રેસે વ્યુહ અપનાવ્યો છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુના નિલ્સ સીટીમાં રાખવામાં આવ્યા છે ત્યારે ઈન્દ્રનીલ ફરી કોંગ્રેસમાં સક્રીય થયાની વાતે જોર પકડયું છે. જો કે, તેઓએ આ વાત નકારી કાઢી છે.

તેઓએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ ધારાસભ્યના ઉતારા માટે નીલ્સ સીટીની માંગ કરી હતી અને એટલે પોતે વ્યવસ્થા કરી દીધી છે. બાકી અત્યારના તબકકે પોતે કોંગ્રેસમાં સક્રીય નથી. ભવિષ્યમાં શું અને કેવો અભિગમ હશે તે નકકી નથી.

તેમણે એમ કહ્યું કે રાજકીય અનુભવો પરથી એવું નકકી કર્યુ છે કે ‘ભાવિ વિશે કાંઈ નકકી’ ન કરવું. અત્યારે તો કોંગ્રેસે જવાબદારી સોંપી એટલે વ્યવસ્થા કરી છે. પોતે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા છે. ભલે પાર્ટીમાં ન હોય તો પણ વિચારધારામાં કોઈ ફેર નથી. પાર્ટીનું કોઈ કામ ફરજ ન સમજુ છું.


Related News

Loading...
Advertisement