સીમા વિવાદ ઉકેલવા ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક: ચીને છેલ્લી ઘડીએ અધિકારી બદલ્યા

06 June 2020 05:13 PM
India
  • સીમા વિવાદ ઉકેલવા ભારત-ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક: ચીને છેલ્લી ઘડીએ અધિકારી બદલ્યા

ભારત-ચીન વચ્ચે લડાખના સીમા વિવાદ તથા ટેન્શન વચ્ચે આજે બન્ને દેશો વચ્ચે સૈન્ય કમાંડર સ્તરની મહત્વપૂર્ણ બેઠક થઈ છે. ભારત વતી લેફ. જનરલ હરિંદરસિંહ વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે.

બેઠકમાં ભારત તરફથી આક્રમક અભિગમ અપનાવવામાં આવે તેવી શકયતા છે. ચીને સૈન્યને અગ્રીમ હરોળમાં મુકયું હોવા સામે ભારતનો સખ્ત વાંધો છે અને તેને પાછળ લઈ જવા કડક ચીમકી આપે તેવી શકયતા છે.

આજની બેઠકમાં કોઈ પરિણામ ન આવે તો પણ વાટાઘાટનો દોર ચાલુ જ રખાશે. બીજી તરફ ચીને વાટાઘાટો પુર્વે છેલ્લી ઘડીએ અધિકારી બદલ્યા છે.


Related News

Loading...
Advertisement