વિડીયો કોન્ફરન્સીંગ કે કોર્ટરૂમ: વકીલો વચ્ચે મતભેદ

06 June 2020 05:09 PM
Ahmedabad Gujarat
  • વિડીયો કોન્ફરન્સીંગ કે કોર્ટરૂમ: વકીલો વચ્ચે મતભેદ

કોર્ટ ખોલવાની તરફેણ સાથે GHAAનાં પ્રેસીડન્ટની રાજીનામાની ઓફર

અમદાવાદ તા.6
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશનનાં પ્રેસીડન્ટ યતીન ઓઝાએ હાઈકોર્ટને ફરીથી પૂર્વવત ખોલવી કે પછી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ચાલુ રાખવી? એ બાબતને લઈને કમીટીના સભ્યો સાથે મતભેદ થતાં મંગળવારે રાજીનામુ ધરવાની ઓફર કરી દીધી હતી.

કમીટીનાં અન્ય સભ્યો હાઈકોર્ટની કામગીરી હાલ પુરતી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવાની તરફેણમાં હતા જયારે ઓઝા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશન દ્વારા હાથ ધરવામાં આવેલાં સર્વે એટલે કે કોર્ટ ખોલવાનાં પક્ષમાં છે.

ગત સપ્તાહે જીએચએએ એ તેમનાં 2400 સભ્યો વચ્ચે કરેલાં સર્વેમાં 64% સભ્યોએ કોર્ટ ખોલવાની તરફેણ કરી હતી. યતીન ઓઝાના જણાવ્યા અનુસાર, 700 કરતાં પણ વધારે જુનીયર વકીલો હાઈકોર્ટની મર્યાદીત કામગીરીને લીધે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે તેમણે લડવાનું નકકી કર્યું.

ઓઝા પીછેહઠ કરવા તૈયાર ન હોય જીએચએએ દ્વારા હાથ ધરવામાં આવેલાં સર્વેની સત્યતા ચકાસવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી આ પીઆઈએલ પર આવતાં સપ્તાહે સુનાવણી કરવામાં આવે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement