આવક-જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદતમાં એક વર્ષનો વધારો: હવે 31 માર્ચ 2021 સુધી ચાલશે

06 June 2020 03:52 PM
Ahmedabad Gujarat
  • આવક-જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદતમાં એક વર્ષનો વધારો: હવે 31 માર્ચ 2021 સુધી ચાલશે

રાજયની રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: નવેસરથી દાખલા નહીં કઢાવવા પડે

ગાંધીનગર તા.16
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ તથા યુવાનોને મહત્વપૂર્ણ રાહત આપતા નિર્ણય અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે આવક તથા જાતિના દાખલાની મુદતમાં એક વર્ષનો વધારો કર્યો છે. ગત વર્ષના પ્રમારપત્ર-દાખલા હવે 31 માર્ચ 2021 સુધી ચાલશે.

ઓબીસી માટેના નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ આવક દાખલાની સમયમર્યાદા 3 વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલેયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.31-3-20ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.31-3-21 સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.

આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઈસક્ષમ સતાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઈન અરજી કરવાની જરૂર રહેશે નહી. લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રીમીલેયર સર્ટીફીકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારીએ કચેરીએ જવું નહીં પડે અને તા.31 માર્ચ 2020 એ પુરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.31-3-21 સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે.

રાજયમાં અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમારપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા એસસી, એસટી જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સતાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે.


Related News

Loading...
Advertisement