સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાવેલા બેરોજગારોએ નોંધણી રીન્યુ કરાવી લેવા અપીલ

06 June 2020 03:08 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાવેલા બેરોજગારોએ નોંધણી રીન્યુ કરાવી લેવા અપીલ

ઓગષ્ટ મહિના સુધીમાં નોંધ રીન્યુ કરાવી શકાશે

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.6
જિલ્લા રોજગાર અધિકારીશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ઉમેદવારોએ તેમની નામ નોંધણી રોજગાર કચેરી ખાતે ચાલુ રાખવા માટે દર ત્રણ વર્ષે નામ નોંધણી તાજી (રીન્યુ) કરાવવાની હોય છે, પરંતુ ચાલુ વર્ષે ચાલુ વર્ષે સમગ્ર વિશ્વમાં સહિત ભારતમાં કોરોના વાયરસની બિમારી ફેલાતા સમગ્ર ભારતમાં તા.25 મી માર્ચ, 2020થી 31 મી માર્ચ, 2020 સુધી લોકડાઉન જાહેરથતાં રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહેતા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ઉમેદવારો કે જેમણે માર્ચ - 2020થી મે-2020( વધારાના બે મહિનાના ગ્રેસ પીરીયડ સહિત) દરમિયાન નામ નોંધણી તાજી (રીન્યુ) કરાવવાની થતી હતી. તેઓ રોજગાર કચેરીમાં નામ નોંધણી ચાલુ રાખવા ઈચ્છતા હોવા છતાં નિયત સમય મર્યાદામાં નામ નોંધણી તાજી(રીન્યુ) કરાવી શક્યા ન હોય તેમ બન્યું છે, જે અન્વયે કચેરીની તા. 10 ઓગસ્ટ, 1989ની રોજગાર સુચના મુજબ ઉમેદવારે જે મહિનામાં નામ નોંધણી કરાવેલ છે, તે મહિના ઉપરાંત ત્યાર પછીના વધારાના બે મહિનામાં નામ નોંધણી તાજી (રીન્યુ) કરી શકે છે તે માટે નિયમો અમલમાં બન્યા છે.
જેમાં સુરેન્દ્રનગર રોજગાર કચેરી ખાતે નોધાયેલ ધાયેલધાયેધાયધાધ યુવા અને ઉત્સાહી રોજગાર વાંચ્છુઓ કે જેમની નામ નોંધણી માર્ચ - 2020થી મે- 2020ના સમયગાળામાં રીન્યુ કરાવી શક્યા નથી તેઓને નુકસાન ન થાય તેવા હેતુથી ઉમેદવારોને ઓગસ્ટ - 2020 સુધી નામ નોંધણી રીન્યુનો લાભ આપવામાં આવ્યો છે. જેને ધ્યાને લઈ નામ નોંધણી તાજી (રીન્યુ) કરાવવા ઈચ્છતા ઉમેદવારોએ રૂબરૂ અથવા ઈ-મેઈલ deesrn123@gmail.com પર પોતાનું કાર્ડ ત્વરિત મોકલી નામ નોંધણી રીન્યુ કરાવવાની રહેશે, તેમ વધુમાં જણાવાયું છે.


Loading...
Advertisement