હળવદના ટીકર ગામે ખનીજચોરીના દરોડા : 50 લાખનો મુદામાલ કબ્જે

06 June 2020 02:59 PM
Morbi
  • હળવદના ટીકર ગામે ખનીજચોરીના દરોડા : 50 લાખનો મુદામાલ કબ્જે
  • હળવદના ટીકર ગામે ખનીજચોરીના દરોડા : 50 લાખનો મુદામાલ કબ્જે

ભૂમાફીયાઓમાં ફફડાટ : પોલીસ તપાસ

(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ)
હળવદ તા.6
હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની સફેદરેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે હળવદ પોલીસ ને ચોક્કસ બાતમી મળતા ખાનગી વોચ રાખતાં 4 રેતી ભરેલા ડમ્પરો પાસ પરમીટ વિના ઝડપી પાડી રૂપિયા 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 4 ડમ્પર ચાલકો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ એ ખનીજ ચોરી ના દરોડા પાડતાં અન્ય ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીની સફેદ રેતીની જિલ્લામાં અને જિલ્લાબહાર ભારે માંગ છે ત્યારે ભુમાફિયાઓ તંત્રને સંતાકૂકડી રમાડી રાતોરાત બેફામ ખનીજચોરી કરી માલામાલ બની જાય છે અને તગડી રકમ કમાઈ છે ત્યારે હળવદ તાલુકાના બ્રાહ્મણી ટીકર ગામ ની બ્રાહ્મણ નદીમાં ગેરકાયદેસર ખનન ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ પી જી પનારા અને સ્ટાફના માણસોઓ વોચ રાખતા ટીકર ગામની બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા ચાર ડમ્પરો પસાર થતા રોયલ્ટી પાસ પરમીટ ના હોવાથી ઝડપી પાડી જેમાં100 ટન રેતી સહિતચાર ડ્રાઇવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ડમ્પર ચાલક માળીયાના ઇશાકભાઇ કાળુભાઈ઼઼ સંઘવાણી ,મોરબીના અનિલભાઈ સવજીભાઈ માવી ,હળવદના ભવાનીનગર કિશનભાઇ હિંમતભાઈ બારૈયા માળીયાના ગૌતમભાઈ હીરાભાઈ ઝીંઝુવાડીયા, સહિતના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ખનીજ ચોરી ના દરોડા પડતા અન્ય ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


Loading...
Advertisement