કચ્છમાં મુંબઇથી આવેલા યુવાને પામરોઝા સુગંધિત ઘાસ ઉત્પાદિત કરી નવતર પ્રયોગ કર્યો

06 June 2020 02:48 PM
kutch
  • કચ્છમાં મુંબઇથી આવેલા યુવાને પામરોઝા સુગંધિત ઘાસ ઉત્પાદિત કરી નવતર પ્રયોગ કર્યો

ઘાસમાંથી તેલનું ઉત્પાદન કરી સુગંધીત હેન્ડ સેનિટાઇઝર બનાવવા પ્રયાસ

ભૂજ તા.6
સામાન્ય રીતે દુકાળિયા મુલક તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં સુગંધિત પ્રકારના ઘાસની ખેતી કરી તેના સુગંધિત તેલનું વ્યાપારી ધોરણે વેંચાણ શરૂ થતાં કચ્છના ખેડૂતોને હવે ખેતીમાં રોકડીયા પાકનો નવો વિકલ્પ મળ્યો છે.આ સાફલ્ય ગાથા મુંબઈના ઊર્મિલ રમણીકલાલ ગાલાએ વિકસાવી છે.કચ્છના મુન્દ્રા તાલુકાના ગુંદાળા ગામે 140 એકર જેટલી જમીન પર પામરોઝા નામના સુગંધિત ઘાસની ખેતી કરવાનો નવતર પ્રયોગ તેમણે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે,પામરોઝા ઘાસ એ દક્ષિણ એશિયાની વનસ્પતિ છે અને તે ભારતમાં મોટા પ્રમાણમાં ઉગે છે.ખાસ કરીને હિમાલય આસપાસ નેપાળ,ભૂતાનમાં તેનું ઉત્પાદન ખુબ થાય છે અને આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ તેનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે.આ ઘાસનું તેલ ’એન્ટી વાઇરલ ગુણધર્મ ધરાવતું હોઈ,તેમાંથી હાલના સંજોગોમાં હેન્ડ સેનિટાઇઝર પણ બનાવી શકાય તેમ છે.
પામરોઝા ઘાસનું બોટેનીક નામ ’કીમ્બઓપોગોન માર્ટીની’છે અને તેને ખુબ ઓછા પાણીની જરૂરત રહે છે.આ ઘાસમાંથી સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતું સુગંધિત તેલ મળી આવે છે જેની દેશભરમાં સારી એવી માંગ છે.આ તેલમાંથી પરફ્યુમ પણ બનાવાય છે.
ઉર્મિલ ના જણાવ્યા પ્રમાણે ગુંદાળાના જુદા જુદા ખેડૂતો પાસેથી 140 એકર જેટલી જમીન છ વર્ષ માટે ભાડા પટ્ટા પર મેળવી છે જેના પર આ ઘાસનું વાવેતર કરવામાં આવે છે.આ ઘાસની સુગંધથી નીલગાય દૂર ભાગે છે તેથી જો ખેતરોમાં નાના નાના પ્લોટ પાડી,કે ખેતરના સેઢા પર આવું ઘાસ વાવવાથી નીલગાય દ્વારા ખેતરોમાં કરાતા ભેલાણ પણ અટકાવી શકાય છે તેથી આ રીતે પણ પામરોઝા ઘાસની ખેતી ઉપયોગી થઇ પડે એમ છે. ઉર્મિલ ના આ સફળ પ્રયોગથી દસ હજાર લીટર જેટલું સુગંધી તેલ મુંબઈ સહિતના શહેરોમાં મોકલાય છે અને આ કામમાં પંદર જેટલા સ્થાનિક મજૂરોને રોજગાર પણ મળી રહે છે.


Loading...
Advertisement